મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'તાન્હાજી' રિલીઝ પહેલા જ વિવાદોમા ફંસાઇ ગઇ છે. ફિલ્મમાં અજય દેવગન અને સૈફ અલી ખાનનો રૉલ ખુબજ શાનદાર છે, ફિલ્મનુ ટ્રેલર હાલમાં જ 19 નવેમ્બરે રિલીઝ થયુ છે. લોકોને ફિલ્મનુ ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે, પણ એનસીપી ધારાસભ્યને પસંદ નથી આવ્યુ. તેમને ટ્વીટર પર ફિલ્મ મેકરને ખુલ્લી ધમકી આપી દીધી છે.


બન્યુ એવુ કે ફિલ્મ 'તાન્હાજી'નુ ટ્રેલર રિલીઝ થતાંજ એનસીપી નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે વિરોધ કરવાનુ શરૂ કર્યુ, તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.



જિતેન્દ્ર આવ્હાડેએ ટ્વીટ 'ઓમ રાઉતે તમારી તાન્હાજી ફિલ્મનુ ટ્રેલર જોયુ, કેટલીક ખોટી વસ્તુઓમાં તમે જલ્દીથી ફેરફાર કરો. આ વસ્તુઓમાં તમે તમારા વિચારો પ્રમાણે ખોટી રીતે બતાવી છે, નહીં તો મને આને મારી રીતે જોવી પડશે. જો આને ખતરો માનતા હોય તો એમ જ સમજજો.'


માનવામાં આવે છે કે જો આ ધમકી આંદોલનનો ઇશારો હોઇ શકે છે, જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કેટલીય ફિલ્મો પર ઇતિહાસને ખોટો દર્શાવવાનો આરોપ લાગી ચૂક્યો છે.