Neha Dhupia Baby Boy : નેહા ધુપિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નેહા ધુપિયાએ બાળકને જન્મ આપ્યો છે.
બોલિવૂડની દમદાર એક્ટ્રેસ નેહા ધુપિયા બીજી વખત માતા બની છે. તેમને આજે દીકરાને જન્મ આપ્યો છે. અભિનેત્રીના પતિ અંગદ બેદીએ સોશિયલ મીડિયાના મારફતે આ ખબર શેર કરી છે. નેહા અને અંગતે રવિવારે તેમના બીજા સંતાનના આગમનનું સ્વાગત કર્યું. નેહાને આ પહેલા એક દીકરી છે.
નેહા ધુપિયા અને પતિ અંગદે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને નેહાની પ્રેગન્ન્સની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અંગદ બેદીએ આપી ખુશખબર
આજે અંગદે એક ખુશખબરી શેર કરતા સમાચાર આપ્યાં કે, ‘સર્વશક્તિમાને આજે ફરી એકવાર અમને બાળકનો આશીર્વાદ આપ્યો છે. નેહા અને બેબી બંને સ્વસ્થ છે. મેહર નવા સદસ્યના આગમનને બેબીની ઉપાધિ આપવા તૈયાર છે. આ બેબી બોય છે, વાહે ગુરૂ મહેર કરે,
નેહા ધુપિયા અને અંગદ બેદીના લગ્ન મે માસમાં 2018માં થયા હતા. એજ વર્ષે 18 નવેમ્બરે નેહા અને અંગદ દીકરી મેહરના પેરેન્ટસ બન્યાં હતા. નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી અને લગ્નના તરત જ બાદ બેબીબોર્નના સમાચાર ચર્ચામાં રહ્યાં હતા. હવે નેહાના બીજી વખત મા બનાવીની ખુશખબરથી તેના ફેન્સ ખુશ છે.