Samantha- Naga Divorce: તાજેતરમાં જ સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya ) એ તેમની પત્ની એક્ટ્રેસ સામંથાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથા(Samantha Ruth Prabhu) એ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર્સમાં સામેલ સિદ્ધાર્થ (Siddharth) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કેટલીક વખતે તેના ટવિટ ચર્ચાનો વિષય બની જાય છે. એક વખત ફરી તેમનું ટિવટ ચર્ચાનો વિષય બન્યું છે. ઉલ્લેખનિય છે કે, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya ) એ તેમની પત્ની એક્ટ્રેસ સામંથાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથા(Samantha Ruth Prabhu) એ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. બંનેના સંબંધમાં તણાવની ખબર બહુ લાંબા સમયથી ચર્ચાંમાં હતી.
સિદ્ધાર્થે કર્યું ટવિટ
બંનેએ ડિવોર્સ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા તેના થોડા જ કલાકમાં એક્ટર સિદ્ધાર્થ તેની પર પ્રતિક્રિયા આપતા ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, “ મેં મારા શિક્ષક પાસે બાળપણમાં એક બાબત સીખી હતી કે, છેતરપિંડી કરનાર દગો કરનાર લોકો ક્યારેય ખુશ નથી રહી શકતા, આપે શું શીખ્યું”
યુઝર્સે આપી સિદ્ધાર્થને સલાહ
સિદ્ધાર્થના આ ટવિટને ફેન્સે તલાકની ખબર સાથે લિંક કરતા પ્રતિક્રિયા આપી કે, કે આવું ટવિટ અત્યારે કરવાની શું જરૂર હતી. જાતને અરીસા સામે ઉભા રાખીને ખુદને જ આ સવાલ કરો, એક યુઝરે લખ્યું કે, પોતાના કામથી કામ રાખો, તો એક યુઝરે લખ્યું કે, આ ટવિટનો સંબંધ તલાકની ખબર સાથે છે કે નહીં તે જાણવું જોઇએ.
અવોર્ડ ફંકશનમાં સિદ્ધાર્થે કર્યું હતું પર્ફોમ
સામંથા અને સિદ્ધાર્થના કનેકશનની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા આ બંને લવ કપલ હતા. એક સમયે બંને એકબીજાને ડેટ કરતા હતા. આ સમય દરમિયાન સિદ્ધાર્થે એક શોમાં અનેક સોન્ગ પર પર્ફોમ કર્યું હતું અને સામંથા દર્શકોમાં બેસી બ્લશ કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો