મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ ગયા વર્ષે પતિ અંગદ બેદી સાથે તેના બીજા બાળકનું સ્વાગત કર્યું હતું.  અભિનેત્રીએ 3 ઑક્ટોબર, 2021ના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. નેહા અને અંગદ બંને સોશિયલ મીડિયા પર તેમના બેબી બોયની મનોહર તસવીરો શેર કરી રહ્યાં છે, જો કે, આ દંપતીએ અત્યાર સુધી તેનું નામ જાહેર કર્યું નથી.



હવે, એક નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, નેહા ધૂપિયાએ તેમના બાળકનું નામ જાહેર કર્યું છે. નેહા અને અંગદે તેમના બાળકનું નામ 'ગુરિક સિંહ ધૂપિયા બેદી' રાખ્યું છે. ગુરુવાર  અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર કૌટુંબિક તસવીરો મૂકી અને લખ્યું, "અમારો બેબી બોય ગુરિક #GuriqSinghDhupiaBedi".


નેહા ધુપિયાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે ફેમિલી ફોટોઝની સિરીઝ શેર કરી છે. જેમાં એક્ટ્રસ, પતિ અને બાળકની સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન પણ એક્ટ્રેસે બંને બાળકોના ચહેરા બતાવ્યા નહોતા. પરંતુ નેહાએ કેપ્શન દ્વારા પોતાના બાળકનું નામ જણાવી દીધું છે.


નેહા ધુપિયાએ પોતાના દીકરાનું નામ ગુરિક સિંહ ધુપિયા બેદી રાખ્યું છે. નેહાએ તાજેતરમાં દીકરાના નામનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જ્યારે બાળકની વાત આવે છે તો તે હંમેશાં એક સંયુક્ત પ્રયાસ હોય છે. તે ખુશ છે તેને ગુરિક નામ પસંદ કર્યું કેમ કે તેનો અવાજ તેને ઘણો પસંદ છે અને તેનો દીકરો પણ નામ પર સુંદરતાથી પ્રતિક્રિયા આપે છે.


નેહા ધુપિયા અત્યારે પોતાની ફેમિલીની સાથે ગોવામાં છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે. પહેલા ફોટોમાં નેહા ફેમિલીની સાથે અને બીજા ફોટોમાં તે દીકરા ગુરિકને ખોળામાં લઈને મસ્તી કરતી જોવા મળી રહી છે.


વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો, નેહા ધૂપિયા આગામી સમયમાં યામી ગૌતમની ‘A Thursday’માં જોવા મળશે. બીજી તરફ અંગદ બેદી છેલ્લે 2020માં આવેલી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં અભિનય કરતા જોવા મળ્યા હતા.