નવી દિલ્હીઃ બોલિવુડ જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું નિધન થયું છે. કમનસીબી એ છે કે, વિશાલ દદલાની પોતે કોવિડ-19ની લપેટમાં આવી જતાં ક્વોરેન્ટાઈન થયેલા છે. હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું અવસાન થતાં વિશાલનો પરિવાર અત્યંત દુઃખી છે પણ વિશાલ પોતાના પરિવારને સાંત્વન આપવા સુધ્ધાં જઈ શકતો નથી. એક ઘરમાં રહેવા છતાં વિશાલ પિતાની અંતિમવિધીમાં સામેલ થઈ શક્યો નથી. અવસાનના સમાચાર સામે આવ્યા છે. વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.
વિશાલ દદલાની પોતે કોવિડ-19 સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ પિતાના અવસાનના સમાચારથી તે સાવ ભાંગી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
વિશાલ દદલાનીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેમણે ફક્ત પોતાના પિતા જ નહીં પરંતુ ધરતી પર ઉપસ્થિત સૌથી સારા વ્યક્તિને પણ ગુમાવી દીધા છે. વિશાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ગઈ કાલે રાત્રે મેં મારા સૌથી સારા મિત્ર, આ ધરતી પરના સૌથી સારા અને દયાળુ વ્યક્તિને ગુમાવી દીધા. જિંદગીમાં મને તેમના કરતાં શ્રેષ્ઠ શિક્ષક, પિતા અને સારા વ્યક્તિ નહીં મળી શકે. મારામાં જે પણ કશુંક સારૂં છે તેમાં તેમની હળવી ઝલક છે.
વિશાલ દદલાનીએ કહ્યું કે, મારા દુખને શબ્દો વડે વ્યક્ત કરવું ખૂબ અઘરૂં છે. હાલ પોતે શું અનુભવી રહ્યા છે તે પોતાના સિવાય કોઈ નહીં સમજી શકે. પિતા માટેની ઈમોશનલ પોસ્ટમાં વિશાલે લખ્યું હતું કે, હાલ તેમને માતાની સૌથી વધારે જરૂર છે પણ કોરોના થયો હોવાથી મુશ્કેલીના આ સમયમાં તેઓ પોતાની માતાને ગળે પણ નથી લગાવી શકતા.
વિશાલે પોતાની બહેનની તાકાતને પણ સલામી ભરી છે. વિશાલ દદલાની કોવિડ પોઝિટિવ આવ્યા ત્યાર બાદ તેમની બહેને જે હિંમતથી બધું જ સંભાળી લીધું છે તે ખૂબ મોટી વાત છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા