તારક મહેતા છોડ્યા બાદ મને મારી કાબિલિયતની જાણ થઇ.......
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નેહાએ જણાવ્યુ કે મે હવે એક નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તારક મહેતા શૉ છોડ્યા બાદ મને મારી કાબેલિયતની ખબર પડી, અને મને ખબર પડી કે હું કેટલી વસ્તુઓ માટે સક્ષમ છું. નેહાએ જણાવ્યુ કે તેને હમણાં જ એક ગુજરાતી ફિલ્મનુ શૂટિંગ પુરુ કર્યુ છે, જેમાં તે એક મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. જોકે ફિલ્મ વિશે વધુ માહિતી ના આપતા તેને ફક્ત એટલુ જ બતાવ્યુ કે ફિલ્મ મહિલા પ્રધાન છે.
નોંધનીય છે કે નેહાએ પોતાની કેરિયરની શરૂઆત જી ટીવીથી કરી હતી. તેને સૌથી પહેલા ડૉલર બહુમાં કામ કર્યુ હતુ. આ પછી તેને સ્ટાર પ્લસના શૉ ભાભીમાં કામ કર્યુ હતુ.