નવી દિલ્હીઃ આ અઠવાડિયે ધ કપિલ શર્મા શૉ સિઝન-2માં સિંગર ગુરુ રંધાવા અને ડાન્સર અભિનેત્રી નોરા ફતેહી મહેમાન તરીકે આવ્યા હતા. આ શૉની કેટલીક ઝલક સામે આવી છે, જેમાં શૉને હૉસ્ટ કૉમેડિયન કપિલ શર્મા પોતાના મહેમાન નોરા ફતેહીની સાથે ખાસ અંદાજમાં ફ્લર્ટ કરતો દેખાયો હતો. પરંતુ કપિલના ફ્લર્ટનો નોરાએ તેનાથી પણ મજેદાર જવાબ આપ્યો.

કપિલના શૉમાં હંમેશા અભિનેત્રીઓ આવીને મસ્તી કરતી હોય છે, આવુ જ કંઇક શૉ પર પોતાના ગીતને પ્રમૉટ કરવા આવેલી અભિનેત્રી નોરા ફતેહીની સાથે પણ કર્યુ, જોકે નોરાએ કપિલને પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો હતો. પરંતુ કપિલની હાજર જવાબીએ તેના જવાબનો પણ મજેદાર જવાબ આપી દીધો.

નોરા સાથેની વાતચીત દરમિયાન કપિલ શર્મા તેને કહે છે- એક વાત કહુ નોરા, ટેરેન્સ જ્યારે તને ફ્લર્ટ કરતો હતો ને, તો મને બહુ જ જલન થતી હતી. આના પર નોરાએ તેને મજાકીય અંદાજમાં જવાબ આપ્યો છે. પરંતુ કપિલ તમે તો પરણેલા છોને, આના પર કપિલ જવાબ આપે છે, તે હુ અંધેરી વેસ્ટમાં છુ.શૉ પર કપિલ ગુરુ રંધાવા અને નોરા ફતેહીની સાથે જબરદસ્ત મસ્તીના અંદાજમાં દેખાવવાના છે.