મુંબઈ: બોલીવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી પોતાની ડાન્સ સ્કિલ્સને કારણે ચર્ચામાં રહે છે. મોટા-મોટા ડાન્સર નોરા પાસે પાણી ભરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં તેના ડાન્સના એક વીડિયો 350 મિલિયન વ્યૂઝ પાર કરે છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.



સોશિયલ મીડિયામાં નોરાના ડાન્સનો એક વીડિયો ખૂબ વાયરલ થયો રહ્યો છે જેમાં તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસના મંચ પર કેટલાક દિગ્ગજ કોરિયોગ્રાફર્સના ડાન્સ ફેસ ઓફ કરતી જોવા મળે છે. નોરાના હિટ નંબર્સ પર કોરિયોગ્રાફર્સ પોતાના ડાન્સિંગ મૂવ્સથી નોરાને શાનદાર ટક્કર આપવાની કોશિશ કરે છે પરંતુ નોરા સામે તેનું કંઈ નથી ચાલતું. શાનદાર ડાન્સ મૂવ્સથી નોરા તમામ કોરિયોગ્રાફર્સને પાછા પાડી દે છે. નોરાના ડાન્સનો જોશ જોઈ જજની ખુરશી બેસેલા રેમો ડિસૂજા પણ પોતાને વાહ કહેવાથી નથી રોકી શકતા.



જ્યારે, રાઘવ જુયાલ પોતાના ફની ડાન્સથી નોરા અને તમામ લોકોને ખૂબ હસાવે છે. નોરાના પ્રોફેશનલ વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આગામી ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા છે જેમાં અજય દેવગન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં નોરા એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ અટકી છે અને આ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.