મુંબઇઃ બૉલીવુડ હીરોઇનો આજકાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત છવાયેલી રહે છે. એક્ટ્રેસની તસવીરોથી લઇને વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવતા હોય છે. હવે દિવંગત શ્રીદેવીની એક્ટ્રેસ દીકરી જ્હાન્વી કપૂરનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ગલી ક્રિકેટનો છે. વાત એમ છે કે જ્હાન્વી કપૂર શૂટિંગ દરમિયાન ગલી ક્રિકેટ રમતી જોવા મળી. ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જ્હાન્વી કપૂર એકદમ ખુશ દેખાઇ રહી છે. તેને પટિયાલા સલવાર કમીજ અને જેકેટ પહેરેલુ છે. તે શાનદાર વીડિયો શેર કરતા લખ્યું- શું એ કહેવુ સુરક્ષિત છે કે હું આની આદી બની ગઇ છું. આની સાથે તેને ઉલ્ટા સ્માઇલી વાળી ઇમૉજીનુ સ્ટીકર પણ યૂઝ કર્યુ છે.



શૂટિંગ દરમિયાન રમી ક્રિકેટ....
આ વીડિયો તેની ફિલ્મના સેટ પર શૂટિંગ દરમિયાન મળેલી બ્રેકનો છે. જ્યારે તે ચંદીગઢમાં શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન તેને બ્રેક મળ્યો અને તેને પોતાના ક્રૂ અને છોકરાઓ સાથે ક્રિકેટ રમી હતી. વીડિયોમાં તે શૉટ મારતી વખતે એકદમ ખુશ દેખાઇ રહી છે.

જ્હાન્વી કપૂરે આ મહિનાની શૂરઆતમાં જ ફિલ્મનુ શૂટિંગ શરૂ કર્યુ છે. લાગે છે કે બૉલીવુડમાં ક્રિકેટનુ ભૂત ચઢ્યુ છે. તાજેતરમાં જ અભિનેતા આયુષ્યમાન ખુરાના અને સની લિયોનીનો પણ ક્રિકેટ રમતો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો હતો.