Nora Fatehi Summoned by Delhi Police: સુકેશ ચંદ્રશેખર સંબંધિત કેસમાં દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ એક્શન મોડમાં છે. જેકલિન ફર્નાન્ડીઝ બાદ હવે આજે ફિલ્મ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. નોરા ફતેહી લગભગ 11 વાગ્યે દિલ્હી પોલીસની  ઈકોનોમિક ઓફેન્સ વિંગે પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે નોરા ફતેહીની પણ 2 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી.


જેકલિનની 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી


આ પહેલા દિલ્હી પોલીસે બુધવારે બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. જેકલિન ફર્નાન્ડિસને EOW દ્વારા ત્રણ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તે બુધવારે સવારે 11:20 વાગ્યે EOWની ઓફિસે પહોંચી હતી. દિલ્હી પોલીસે જેકલિનને લગભગ સો સવાલો કર્યા હતા. જેકલિન ઘણા સવાલોના જવાબ યોગ્ય રીતે આપી શકી નહોતી. જેના કારણે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે જેકલિનનો દાવો છે કે સુકેશ ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હોવાનું તેણીની જાણમાં હતું. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવિન્દ્ર યાદવ, EOWના જોઈન્ટ સીપી છાયા શર્મા પણ પૂછપરછમાં સામેલ હતા.






200 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે


ઉલ્લેખનીય છે કે આ તપાસ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના કેસ સાથે જોડાયેલી છે, જેણે તિહાર જેલમાં રહીને લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ દરમિયાન તેણે જેકલિન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને મોંઘી ગિફ્ટ્સ પણ આપી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને છેતરપિંડી અને ખંડણી કરીને મોંઘી ભેટ આપી હતી. કારણ કે સુકેશ  વિરુદ્ધ MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, તેથી જ જેકલિન અને નોરા ફતેહીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.


નોરા ફતેહીની પહેલાં પણ પૂછપરછ કરાઈ હતી