Vivek Agnihotri: ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Nupur Sharma) ના વિવાદિત નિવેદનને લઇને દેશભરમાં ઠેર ઠેર વિરોદ પ્રદર્શનની સાથે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે દેશભરતમાં જુમ્માની નમાજ બાદ માહોલ ગરમાયો હતો. અનેક શહેરોમાં નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં રસ્તાંઓ પર વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતુ.
આ બધાની વચ્ચે હવે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ આ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો છે, અને ટ્વીટ કરીને પોતાની વાત કહી છે.
ખરેખરમાં, મોહમ્મદ પેગમ્બરને લઇને બીજેપી નેતા નૂપુર શર્મા તરફથી કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઇને લખનઉ, કર્ણાટક, કોલકત્તા, રાંચી જેવા મોટા શહેરોમાં ભારે અને જોરદાર પ્રદર્શન થયુ. કેટલીય જગ્યાએ નૂપુર શર્મા અને નવિન જિંદાલના પુતળાઓને ફાંસી પર લટકાવી દેવાયેલા બતાવવામા આવ્યા. આ જોઇને વિવેક અગ્નિહોત્રી ગુસ્સો ભરાયો છે.
ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કર્યુ. વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, 'માફ કરજો બધા મિત્રો, પરંતુ એ કહેવા માંગીશ કે આ કોઇ ઇરાન, ઇરાક કે સીરિયા નથી. આ હાલનુ ભારત છે, આ આજનુ પુતળુ છે, આ રીતના પ્રદર્શનકારીઓને સજા ના આપવામાં આવી તો હકીકતમાં પણ લોકોને આ રીતે ફાંસીના ફંદા પર લટકાવી દેવામાં આવશે.'
નૂપુર શર્માના સમર્થનમાં વિવેક અગ્નિહોત્રી -
આ વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી પહેલીથી નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી ચૂકી છે. આવામાં નૂપુર શર્મા સસ્પેન્શનને લઇને પણ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files)ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો હતો. ત્યારે પણ વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો હતો, કહ્યું હતું કે આજે ભારત ભારતના વિરુદ્ધમાં છે