Sonakshi Sinha Zaheer Iqbal Relationsip: બૉલીવુડમાં ફિલ્મ સ્ટારો વચ્ચેના અફેરના કિસ્સા કંઇ નવા નથી, આ કડીમાં હવે એક નવુ કપલ પણ સામેલ થઇ રહ્યું છે. આનુ નામ છે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ. આ બન્ને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી રિલેશનની ચર્ચા ચાલતી હતી, જોકે, હવે તે ઓફિશિયલ થઇ ચૂક્યુ છે. હવે સોનાક્ષીએ ખુદ એક તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
ખરેખરમાં, સોનાક્ષી સિન્હાએ ગુરુવાર નેશનલ ફ્રેન્ડ્સ ડેના પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ખાસ દોસ્તોની કેટલીક તસવીરો શેર કરી હતી. આ પૉસ્ટમાં સોનાક્ષીએ સૌથી પહેલા પોતાની દોસ્ત હુમા કુરેશીની તસવીર શેર કરી છે. વળી ત્રીજી સ્લાઇડ્સમાં તસવીરમાં સોનાક્ષી અને ઝહીર ઇકબાલ છે. આ તસવીરોમાં સોનાક્ષી પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડ સાથે દેખાઇ રહી છે.
તસવીરોમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ બ્લેક કલરની ટીશર્ટ અને જીન્સનુ શોર્ટ્સ પહેરેલુ છે, તો વળી બીજી બાજુ ઝહીર ઇકબાલ આ તસવીરમાં બ્લેક કલરની ટીશર્ટ અને જીન્સ પહેરીને દેખાઇ રહ્યો છે. આ તસવીર રાતના સમયની છે, જેમાં બન્ને એકબીજા સાથે વાત કરતા દેખાઇ રહ્યાં છે.
ખાસ વાત છે કે અફેરના સમાચારો વચ્ચે સોનાક્ષી સિન્હાની આ પૉસ્ટ તેના રિલેશનશીપને વધુ ગાઢ બનાવી રહી છે. એકવાર ફરીથી સોનાક્ષી અને ઝહીર રિલેશનશીપમાં હોવાની વાત મીડિયામાં તેજ થઇ રહી છે.
---
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા