ભુવનેશ્વરઃ કોરોનાના અને લૉકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય કલાકારો આર્થિક તંગીમાં આવી ગયા છે. કેટલીક હીરો અને હીરોઇનોને કામ ના મળતા પોતાનુ ગુજરાન ચલાવવા બીજા કામો શરૂ કરી દીધા છે. ઓડિશાની જાત્રા ઇન્ડસ્ટ્રીના કલાકાર એક્ટ્રેસ પ્રતિભા મહારાના, જે ઇન્ડસ્ટ્રીમાં રિન્કી તરીકે જાણીતી છે, તે પણ હવે આર્થિક મારના બોજ નીચે આવી ગઇ છે.

માહિતી પ્રમાણે, જાત્રા ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રિન્કી પાસે હાલ કોઇ કામ નથી, કામ ના રહેતા ઘર ચલાવવા માટે તેને ફળ વેચવાનુ શરુ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણ એક્ટ્રેસ હાલ શહેરમાં કલિંગા નગરમાં ટાટા એરિયાના સ્ક્વેરની નજીક એક ફ્રૂટ શૉપ ચલાવે છે. અહીં એક્ટ્રેસ ફળ વેચી રહી છે, તેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અભિનેત્રીને ફળની દુકાન તેના જુના મિત્ર સાથીઓએ નાણાંકીય મદદ કરીને ખોલી આપી છે.

અભિનેત્રી રિન્કી ખોરધા જિલ્લામાં આવેલા રાજસુનાખાલાના હલ્દીપાલડિયા ગામની છે, અને હાલ તે પોતાના માતા પિતા સાથે કલિંગા નગરમાં રહે છે. એક્ટ્રેસની મોટી બહેન ઘર ચલાવે છે, રિન્કીના પિતા એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, અને તેની માને પેરાલિસીસ થઇ ગયો છે. જેના કારણે ઘર ચલાવવા હાલ ફળ વેચવાનો સહારો લીધો છે.



રિન્કીની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેને સૌપ્રથમ ઓડિયા આલ્બમ સાથે કરી તેને બાદમાં કેટલાક જાણીતા એક્ટર્સ જેવા કે સબ્યસાચી સાથે કામ કર્યુ હતુ. બાદમાં તે જાત્રામાં આવી ગઇ, જાત્રા ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસે ઘણા એવા સારા કેરેક્ટર નિભાવ્યા છે.