નવી દિલ્હીઃ બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા આજે રિલીઝ થઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ, ફેમિલી અને ફિલ્મની કાસ્ટના તમામ લોકો માટે આ ઇમૉશનલ પળ છે. આજે સાંજે 7.30 વાગે આ ફિલ્મનને ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંધીની ફિલ્મ દિલ બેચારા આ વર્ષની મૉસ્ટ અવેઇટેડ ફિલ્મોમાની એક ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મનુ ટ્રેલર 6 જુલાઇએ યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ આ ટ્રેલરને કરોડો લોકોએ જોયુ અને આ સુશાંતની આવેલી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી સૌથી વધુ વાર જોવામાં આવેલુ ટ્રેલર બની ગયુ હતુ.



ક્યારે અને ક્યાં જોઇ શકાશે - દિલ બેચારા
સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મનો ફેન્સ ક્યારનોય ઇન્તજાર કરી રહ્યાં છે. દિલ બેચારા ફિલ્મ આજે 24 જુલાઇએ એટલે કે સાંજે 7.30 વાગ્યાથી Disney+ Hotstar પર જોઇ શકશો. હૉટસ્ટારે ફેન્સની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મની ફી કરી દીધી છે. જેનો અર્થ મતલબ એ થયો કે જો દર્શક હૉટસ્ટારના પ્રીમિયમ મેમ્બર્સ નથી તો પણ આ ફિલ્મને જોઇ શકશે.



દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેને નવા રેકોર્ડ બનાવી દીધા હતા. સુશાંતની દિલ બેચારા ફિલ્મનુ ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ લાઇક થનારુ ટ્રેલર બની ગયુ હતુ. ફિલ્મના ટ્રેલરને માર્વલ સ્ટૂડિયોઝની એવેન્જર્સ એન્ડગેમના ટ્રેલરને પણ પાછળ પાડી દીધુ હતુ, એન્ડગેમના ટ્રેલરને અત્યાર સુધી 3.2 મિલિયન લાઇક્સ મળ્યા હતા, જ્યારે દિલ બેચારાના ટ્રેલરને 7.2 મિલિયન લાઇક્સ મળી ચૂક્યા છે. વળી વ્યૂઝની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરમાં ખુદને ફાઇટર બતાવતો દેખાઇ રહ્યો છે. આમાં તેની જોડી નવોદિત અભિનેત્રી સંજના સાંધીની સાથે છે. દિલ બેચારા 2014ની હૉલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન ઓવર સ્ટાર્સની રિમેક છે.

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંજના એક દેસી છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, જે મરી રહી છે. તેને કેન્સર છે. છોકરી જવાન છે, તેની જિંદગીમાં એક છોકરો જેનો રૉલ સુશાંત નિભાવી રહ્યો છે, આવે છે જે તેને જીવવા માટે પ્રેરિત કરે છે.