Shah Rukh Khan On Boycott Trend: બૉલીવુડ માટે હાલમાં સમય સારો નથી ચાલી રહ્યો, એક પછી એક કેટલીય મોટી ફિલ્મો બૉક્સ ઓફિસ પર ફ્લૉપ થઇ રહી છે, પરંતુ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને લઇને સોશ્યલ મીડિયા પર સતત બોયકૉટ ટ્રેન્ડ કર્યુ અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે ફ્લૉપ થવાનુ કારણ આ જ છે. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે આ રીતનુ બોયકૉટ ટ્રેન્ડ સામે આવ્યુ હોય, આ પહેલા પણ ઘણીવાર આવુ થયુ છે, આજકાલ શાહરૂખ ખાનનો એક જુનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આ ટ્રેન્ડને લઇને વાત કરી રહ્યો છે.
શાહરૂખ પણ થયો હતો આનો શિકાર -
ભારતમાં અસહિષ્ણુતા વિશે ટિપ્પણી કર્યા બાદ શાહરૂખ ખાન આ પ્રકારનો શિકાર થયો હતો, અને વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'દિલવાલે'ના બિઝનેસ પર આની અસર થઇ હતી, વાયરલ ક્લિપમાં શાહરૂખ કહે છે - ખરેખરમાં, ક્યારેક ક્યારેક એ સારુ થાય છે, જો પિક્ચર એટલુ ના ચાલે જેટલુ તમે સમજો છો, તો એક બહાનુ મળી જાય છે. આ બહાનુ છે.. સામાજિક બહિષ્કાર થયો હતો એટલે ના ચાલી, પરંતુ દિલ બહલાવવા માટે ગાલિબનો ખ્યાલ સારો છે કે ફિલ્મ સારી હતી તો સામાજિક બહિષ્કાર થયો.
આ પછી તેને કહ્યું - પુરા સન્માનની સાથે, કોઇને થશે ઇશ્યૂ, કોઇક એક કૉમેન્ટ હતી, કેટલુ બનાવી દીધુ, તે લોકો બહુ ખુશ થશે... અને જો ખુશ છે તો પણ ખુશ થશે... અમારા કારણે ખુશી થાય, પરંતુ દેશમાં, ભારતમાં, જેટલો પ્રેમ મને કરવામા આવે છે, હું ડંકાની ચોટ પર કહી શકુ છું, બહુ જ ઓછા લોકોને કરવામાં આવ્યો છે, અને તે પ્રેમ એક વાતથી આ બે વસ્તુથી... સાચુ ખોટુ લોકો સમજે છે... મને નથી લાગતુ કે આનાથી મારા કે મારી ફિલ્મ પર આની અસર પડશે, કે પછી મારી ફિલ્મને પ્રભાવિત કરશે.
ફરી એકવાર ચર્ચામાં છે બોયકૉટ ટ્રેન્ડ -
Aamir Khan Will Take 2 Months Break: આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બૉક્સ ઑફિસ પર્ફોર્મન્સના સંદર્ભમાં અપેક્ષાઓ પર ખરી ના ઉતરી અને ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આમિરની આ ફિલ્મ પણ બોયકોટ બોલિવૂડના ટ્રેન્ડમાં આવી હતી. મહત્વનું છે કે, આમિર ખાને આ ફિલ્મને ત્રણ વર્ષનો લાંબો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં ફિલ્મ પીટાઈ જાય એટલે આમિર નિરાશ થાય તે સ્વાભાવિક છે. દરમિયાન નવું અપડેટ આવ્યું છે કે, આમિર બે મહિનાનો બ્રેક લઈને અમેરિકા જઈ રહ્યો છે.
એક અહેવાલ અનુસાર, નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં આમિરને પોતાના મગજને શાંત કરવા માટે બે મહિનાનો સમય મળશે. 'લાલ સિંહ ચઢ્ઢા' માટે દર્શકોનો પ્રતિસાદ આમિર માટે હૃદયદ્રાવક રહ્યો છે. હવે આવા વાતાવરણ વચ્ચે આમિરે બે મહિના માટે અમેરિકા જવાનું નક્કી કર્યું છે. તેને ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે. આ સાથે જ આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'ને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવા પણ વિચાર કરીશે.
આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા' હોલીવુડની હિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક હતી. આમાં કરીના કપૂર ઉપરાંત સાઉથ સ્ટાર નાગા ચૈતન્યની પણ મહત્વની ભૂમિકા છે. જોકે, બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી તે બે અઠવાડિયામાં માત્ર 56 કરોડની કમાણી જ કરી શકી છે.