Jacqueline Fernandez Money Laundering Case: સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસને લઈને બોલિવૂડની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝનું નામ ચર્ચામાં આવ્યું છે. પીએમએલએ તરફથી જેકલિનના 7.27 કરોડના ભંડોળને ગુનાની આવકને ધ્યાનમાં રાખીને જપ્ત કરવામાં આવી છે. મંગળવારે જેકલિન ફર્નાન્ડિઝે આ મામલે પીએમએલએના ન્યાયાધીશ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. જે અંતર્ગત અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મારી ફિક્સ ડિપોઝીટને કોઈ ગુના સાથે કોઈ લેવાદેવા નથી.






નોંધનીય છે કે જેકલિન  મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી ફસાયેલી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અભિનેત્રીનું નામ પણ સામેલ હતું. જે અંતર્ગત જેકલિનની મુશ્કેલી ઘણી વધી ગઈ છે. દરમિયાન, જેકલિને તેના 7.27 કરોડના ફંડ સંબંધિત મામલાને લઈને PMMLના ન્યાય અધિકારીઓ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના ટ્વીટ અનુસાર, જેક્લિને કહ્યું છે કે મારી ફિક્સ ડિપોઝીટનો કોઈ ગુના સાથે કોઈ સંબંધ નથી. મારી પાસે રહેલી તમામ થાપણો કાયદેસર છે, જે મારી પાસે લાંબા સમયથી છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરને ઓળખતી પણ નહોતી ત્યારથી મારી પાસે છે.






વાસ્તવમાં મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર અને જેકલિનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેકલિન અને સુકેશ રિલેશનશિપમાં છે, પરંતુ બાદમાં એક્ટ્રેસે આ વાતને નકારી કાઢી હતી. બીજી તરફ, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે સુકેશ ચંદ્રશેખર 215 કરોડની ખંડણીના કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે સુકેશે જેકલિનને ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જેના કારણે સુકેશની સાથે જેકલિન પણ EDની તપાસ હેઠળ આવી હતી.


Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો


PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....


Sonali Phogat Death: ટિકટોક સ્ટાર અને BJP નેતા સોનાલી ફોગાટના PA એ રચ્યું કાવતરું ? જાણો કોણે લગાવ્યો આરોપ


Astrology: સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, આ રાશિના જાતકના શરૂ થશે સારા દિવસો, તો અન્ય રાશિની વધી શકે છે મુશ્કેલી