Resul Pookutty Statement on RRR: એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) સુપર હિટ સાબિત થઈ હતી. ભારતની સાથે વિદેશમાં પણ આ ફિલ્મની ઘણી પ્રસંશા થઈ હતી. આરઆરઆર ફિલ્મે કમાણીના મામલે ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા. આ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 1100 કરોડ રહ્યું હતું. ફિલ્મ 24 માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. ત્યારે હવે ફરીથી RRR ફિલ્મ ચર્ચામાં છે કારણ કે ઓસ્કર વિનર રેસુલ પુકુટ્ટીએ (Resul Pookutty) ફિલ્મ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે.
ઓસ્કર વિજેતા સાઉંડ ડિઝાઈનર રેસુલ પુકુટ્ટીએ આરઆરઆર ફિલ્મને 'ગે લવ સ્ટોરી' ગણાવી છે. તેમણે ફિલ્મમાં આલિયા ભટ્ટને પ્રોપ ગણાવી હતી. પુકુટ્ટીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ભારે હંગામો થઈ ગયો છે અને જોતાં જોતાં આ વિવાદ મોટો થઈ ગયો હતો.
રેસુલ પુકુટ્ટી પર ભડક્યા નિર્માતાઃ
આરઆરઆર ફિલ્મના નિર્માતા શોભુએ રેસુલ પુકુટ્ટીના આવા નિવેદનની આલોચના કરી અને ટ્વીટ કરતાં લખ્યું કે, - મને નથી લાગતું કે આરઆરઆર એક ગે લવ સ્ટોરી છે. જેવું તમને લાગે છે. જો એવું છે તો શું ગે લવ સ્ટોરી ખરાબ હોય છે. તમે એને કઈ રીતે યોગ્ય ઠેરવશો. આ ખુબ નિરાશાજનક વાત છે કે, તમારા જેવો વ્યક્તિ આ સ્તર પર વિચારી શકે છે.
રેસુલ પુકુટ્ટીએ આપ્યો જવાબઃ
ફિલ્મ નિર્માતા શોભુના ટ્વીટનો જવાબ આપતાં રેસુલે લખ્યું કે, હું તમારી સાથે સહમત છું, એમાં કંઈ ખોટું નથી અને તે ગે લવ સ્ટોરી હોય તો પણ ખોટું નથી. હું તો બસ મારા દોસ્ત સાથે એક મજાકના રુપે ટ્વીટ કર્યું, જેમ સોશિયલ મીડિયા પર પહેલાં જ આ ચર્ચા થઈ રહી છે બીજું કશું નથી. એમાં નીચા સ્તરની કોઈ વાત નથી. તમે એને ગંભીરતાથી ના લો શોભુ. મારો ઉદ્દેશ કોઈ પણ સ્ટેકહોલ્ડરનું દિલ દુભાવવાનો નથી. હું મારી વાત સમાપ્ત કરું છું.