મુંબઇઃ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ 'રઇસ'માં કામ કરી ચૂકેલી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન હાલ ચર્ચામાં છે, માહિરા હાલ બિમાર છે અને તેને માથુ દુઃખી રહ્યું છે. જોકે, ખાસ વાત છે કે માહિરાએ માથાના દુઃખાવાને મટાડવા માટે લોકો પાસે સોશ્યલ મીડિયા પર દેસી નુસખા માંગ્યા, અને લોકોએ તેને વિચિત્ર રિપ્લાય પણ કર્યા હતા.

હૉટ એક્ટ્રેસ માહિરાએ ટ્વીટર પર લોકો પાસે માથાના દુઃખાવો મટાડવા માટે દેસી નુસખા માટે એક ટ્વીટ કર્યુ હતુ, જેના અજીબોગરીબ રિપ્લાય આવી રહ્યાં છે. જે ચર્ચાનો વિષય બન્યા છે. માહિરાનુ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.


એક્ટ્રેસ માહિરાએ ટ્વીટ કરીને લખ્યુ- મને બે દિવસથી માથાનો દુઃખાવો છે, હું દર 4-6 કલાકે દવા લઇ રહી છું, પણ આ માથાનો દુઃખાવો બંધ નથી થઇ રહ્યો. શું એવો કોઇ નુસખો છે કે કોઇ એવી વસ્તુ છે, જેનાથી આ દુર થઇ જાય?


પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના આ ટ્વીટ પર અજીબોગરીબ ટ્વીટ સામે આવી રહ્યાં છે