Saboor Aly Slams Javed Akhtar: પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર આ દિવસોમાં પાકિસ્તાનને લઈને તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. તે હાલમાં જ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનને 26/11ના આતંકી હુમલાની યાદ અપાવતા તેમણે કહ્યું કે આ હુમલાખોરો પાકિસ્તાનના હતા. હવે પાકિસ્તાની અભિનેત્રી સબૂર અલીએ જાવેદ અખ્તરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.


સબૂર અલીએ જાવેદ અખ્તરની નિંદા કરી હતી


સબૂર અલીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, 'કોઈ આપણાં ઘરમાં આવીને અપમાનિત કરીને જઇ રહ્યું છે. તેના પર લોકો ખુશ થઈ રહ્યા છે. આ વાત કેટલી શરમજનક છે. ભણેલા ગણેલા જાહિલ લોકો. પોતાના ટેલેન્ટને પણ ક્યારેય આટલી ઇજ્જત નથી આપી. આપણાં દેશમાંથી પણ મોટા મોટા કલાકારો ચાલ્યા ગયા. જેઓના પાસે છેલ્લા સમયમાં સારવાર કરાવવાના પૈસા પણ નહોતા. ત્યારે ક્યાં જાય છે આ ટેલેન્ટના કદરદાન લોકો. 




કોઈ તેમનું સન્માન શું કરશે?


તેણે આગળ લખ્યું, જેઓને પોતાની ઇજ્જત રાખતા નથી આવડતી તેની બીજા શું ઇજ્જત કરશે. માન્યું કે આર્ટ માટે કોઈ સીમા સરહદ ના હોવી જોઈએ. જો કે પોતાની ઇજ્જત માટે સીમા અને સરહદ રાખી શકાય. આપણાં દિલ તો એટલા મોટા છે કે અપમાનિત થવા છતાં આપણે તેઓને ચા પીવડાવી મહેમાનગતિ કરીને પાછા મોકલી દઈએ છીએ




કંગના રનૌતે જાવેદ અખ્તરના વખાણ કર્યા હતા


જાવેદ અખ્તરે ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં કહ્યું હતું કે, 'હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તના ન હતા. તેઓ હજી પણ તમારા દેશમાં હાજર છે, તેથી જો કોઈ ભારતીય તેના વિશે ફરિયાદ કરે, તો તમારે નારાજ થવું જોઈએ નહીં. કંગના રનૌતે પણ જાવેદ અખ્તરના આ નિવેદનની પ્રશંસા કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળું છું, ત્યારે મને લાગતું હતું કે માતા સરસ્વતીજીની આટલી બધી કૃપા કેવી રીતે હોય શકે. જય. હિંદ જાવેદ અખ્તર સર. ઘરમાં ઘુસીને માર્યા