Parineeti-Raghav Wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલ 24 સપ્ટેમ્બરે એકબીજા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા તેમના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં પરિણીતી અને રાઘવની મહેંદી સેરેમનીની તૈયારીઓ જોવા મળી રહી છે.


તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરમાં લગ્ન કરશે. તેમના લગ્નના તમામ ફંક્શન 23 અને 24 સપ્ટેમ્બરે હોટેલ લીલા પેલેસમાં યોજાશે. આ કપલના લગ્નની કેટલીક વિધિઓ દિલ્હીમાં પણ કરવામાં આવશે, જેમાંથી એક મહેંદી સેરેમની છે. પરિણીતી અને રાઘવની મહેંદી સેરેમનીની તૈયારીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે.



રાઘવ-પરિણીતી 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે


રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતીના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ દંપતીએ લગ્ન પહેલાના કાર્યોની શરૂઆત એક ઘનિષ્ઠ ગેટ-ટુગેધર અને અરદાસ-કીર્તન સાથે કરી છે. આ કપલ 24 સપ્ટેમ્બરે 'ધ લીલા પેલેસ'માં પંજાબી રીત-રિવાજ મુજબ લગ્ન કરશે અને 30 સપ્ટેમ્બરે 'ધ તાજ લેક'માં રિસેપ્શન પાર્ટી હશે. એવા પણ સમાચાર છે કે રાઘવ ચઢ્ઢા બોટથી તેની દુલ્હન પરિણીતી ચોપરાને લેવા જશે અને  લગ્ન સરઘસ શાહી બોટ દ્વારા પરિણીતિને લઈ પરત આવશે.


પરિણીતી 'R' અક્ષરવાળી કેપ પહેરેલી જોવા મળી હતી


તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી પરિણીતી ચોપરા પણ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં તે રાઘવના નામના પહેલા અક્ષર 'R' વાળી કસ્ટમાઈઝ્ડ કેપ પહેરેલી જોવા મળી હતી. ચાહકોને તેનો આ લુક ઘણો પસંદ આવ્યો. પરિણીતીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળવાની છે. તેની ફિલ્મ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.  


બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આપ સાંસદ રાઘવ ચડ્ઢાના લગ્નનું આમંત્રણ કાર્ડ સામે આવ્યું છે. હવે બંનેના લગ્નની ઓફિશિયલ તારીખ સામે આવી છે. જે મુજબ આ કપલ 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે. પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના તમામ કાર્યક્રમો ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ લેક પેલેસમાં યોજાશે.


ક્યારે યોજાશે લગ્નનું ફન્ક્શન ?
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીં લગ્નના કાર્યોની સંપૂર્ણ લિસ્ટ આપ્યુ છે, જુઓ....


ચૂડા સેરેમની- 23 સપ્ટેમ્બર, સવારે 10:00 કલાકે
સંગીત- 23 સપ્ટેમ્બર, સાંજે 7:00 કલાકે
વરમાળા- 24 સપ્ટેમ્બર, બપોરે 3:30 કલાકે
સાત ફેરા- 24મી સપ્ટેમ્બર, સાંજે 4:00 કલાકે
વિદાય- 24મી સપ્ટેમ્બર, સાંજે 6:30 કલાકે
રિસેપ્શન- 24 સપ્ટેમ્બર, રાત્રે 8:30 કલાકે