Parineeti Chopra Wedding: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા, દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત ફંક્શન કર્યું હતું. વર-કન્યાનો લુક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે.


પંજાબી ગાયક નવરાજ હંસે સંગીત સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે ગાયકે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે બે તસવીરો શેર કરીને તેમની ઝલક બતાવી છે. જોકે બાદમા નવરાજ હંસે તસવીરો ડિલીટ કરી દીધી હતી.


પરિણીતીએ પહેર્યો હતો સિલ્વર શિમરી લહેંગો


પરિણીતી ચોપરાએ તેની સંગીત સેરેમની માટે ડિઝાઈનર સિલ્વર શિમરી લહેંગા પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ મેચિંગ જ્વેલરી અને બંગડીઓ પણ પહરી હતી. પરિણીતી ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરિણીતિનો ભાવિ વર રાઘવ ચઢ્ઢા પણ કોઈથી ઓછો દેખાતો નહોતો. બ્લેક ટક્સીડો સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.


પરિણીતીના હાથ પર રાઘવના નામની મહેંદી


તસવીરોમાં પરિણીતી ચોપરાના હાથ પર દોરવામાં આવેલી રાઘવના નામની મહેંદી પણ દેખાઈ રહી છે. પરિણીતીએ તેના લગ્ન માટે ખૂબ જ સરળ મહેંદી ડિઝાઇન પસંદ કરી છે. જોકે, તસવીરોમાં તેની મહેંદીનો રંગ એકદમ ડાર્ક દેખાય છે.


રાજસ્થાનના સીએમ લગ્નમાં હાજરી આપશે


રાઘવ ચઢ્ઢા એક નેતા છે અને રાજકીય જગતનો એક ભાગ હોવાને કારણે તેમના લગ્નમાં વરિષ્ઠ નેતાઓની ભીડ જોવા મળી શકે છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ તેમના લગ્નમાં હાજરી આપી શકે છે.


મહેમાનોનું આગવું સ્વાગત કરવામાં આવ્યું હતું


મહેમાનોનું સંગીતમાં ખૂબ જ વિશિષ્ટ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું નામ ધરાવતી વ્યક્તિગત કેસેટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પરિણીતીએ પોતે તેમના માટે એક ખાસ સંદેશ લખ્યો હતો.


રાઘવ-પરિણીતીના લગ્નની ટાઈમલાઈન



  • રાઘવની સેહરાબંદી - હોટેલ તાજ લેક પેલેસ ખાતે બપોરે 1 કલાકે

  • વરયાત્રા - હોટેલ તાજ લેક પેલેસથી બપોરે 2 કલાકે

  • જયમાલા- બપોરે 3:30 હોટેલ લીલા ખાતે

  • ફેરા - હોટેલ લીલા ખાતે સાંજે 4 કલાકે

  • વિદાય- સાંજે 6:30 હોટેલ લીલા ખાતે

  • રિસેપ્શન- રાત્રે 8:30 હોટેલ લીલા ખાતે