મુંબઈ: કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સ્ટાર ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 6 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અર્જૂન કપૂર-કૃતિ સેનની ફિલ્મ ‘પાણીપત’ સાથે ટક્કર ચાલી રહી છે. કાર્તિક આર્યનની ફિલ્મે ‘પાણીપત’ને પાછળ પાડી દીધી છે. 'પતિ- પત્ની ઔર વો' ફિલ્મ કાર્તિન આર્યનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

'પતિ- પત્ની ઔર વો' ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 9.10 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ‘પાણીપતે’ 4.12 કરોડની કમાણી સાથે ઓપનિંગ કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કમાણીના આંકડા જણાવ્યા છે.


ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની ભૂમિકામાં છે, ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીના રોલમાં જોવા મળશે. એવું પહેલી વાર છે જ્યારે કાર્તિક-ભૂમિ અને અનન્યા પાંડેએ સ્ક્રીન શેર કરી છે.

પાણીપત ફિલ્મ પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે. જેમાં અર્જૂન કપૂર, સંજય દત્ત,કૃતિ સેનન, જીનત અમાન જેવા કલાકાર છે.


ઉલ્લેખનીય છે કે ફિલ્મ પતિ પત્ની ઔર વો નું બજેટ લગભગ 30 કરોડનું માનવામાં આવી રહ્યું છે. મૂવી 1978માં આવેલી સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને રંજીતા કૌરની પતિ પત્ની અને વોની રિમેક છે. કાર્તિક આર્યનની ફિલ્મને મુદસ્સર અજીજે બનાવી છે.