#BoycottAliaBhatt: એવું લાગે છે કે બોલિવૂડમાં હાલમા બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા લોકો આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો વિરોધ કરી રહ્યા હતા. હવે, આલિયાની આગામી ફિલ્મ 'ડાર્લિંગ' પરનો વિરોધ શરૂ થઇ ગયો છે.આલિયા ભટ્ટ, શેફાલી શાહ અને વિજય વર્મા સ્ટારર 'ડાર્લિંગ' 5 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.






આલિયાની ફિલ્મનો વિરોધ કેમ થઇ રહ્યો છે?


આલિયા ભટ્ટની ફિલ્મ 'ડાર્લિંગ'ની ચર્ચા શરૂ થઇ છે. ફિલ્મના ટ્રેલરની પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ માટે તૈયાર છે. પરંતુ તે પહેલા સોશિયલ મીડિયા પર ફિલ્મનો વિરોધ શરૂ થઈ ગયો છે. લોકોનું કહેવું છે કે ફિલ્મમાં એક પુરુષ સાથે થતી ઘરેલુ હિંસા કેવી રીતે ડાર્ક કોમેડી તરીકે બતાવવામાં આવી શકે?






ઘણા લોકો ફિલ્મના કોન્સેપ્ટ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આલિયાએ માત્ર ફિલ્મમાં અભિનય જ નથી કર્યો, પરંતુ તે તેની નિર્માતા પણ છે. આલિયાની ફિલ્મમાં માત્ર પુરુષોને જ મનોરંજનના નામે ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા છે. આ સિવાય ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે પુરુષો સામે ઘરેલું હિંસા કેવી રીતે સામાન્ય હોઈ શકે છે.લોકોએ સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની ફિલ્મનો બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે.


ફિલ્મની વાત કરીએ તો જસમીત કે. રીને ડિરેક્ટ કરી છે. જ્યારે ફિલ્મના નિર્માતા ગૌરવ વર્મા, આલિયા ભટ્ટ અને ગૌરી ખાન છે. રિપોર્ટ અનુસાર, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ઈટર્નલ સનશાઈન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ નેટફ્લિક્સે 80 કરોડ રૂપિયામાં ખરીદી છે. આલિયા ભટ્ટ 'ડાર્લિંગ'થી નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી #BoycottAliaBhatt અને #BoycottDarlings પર આલિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.