Mithilesh Chaturvedi Passes Away: બોલિવૂડ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. 'કોઈ મિલ ગયા', 'ગદર', 'બંટી ઔર બબલી' જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટની સાંજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, મિથિલેશનું નિધનહૃદય રોગના કારણે થયું છે.






મિથિલેશ ચતુર્વેદીના મૃત્યુની પુષ્ટી તેમના જમાઈએ કરી હતી. આશિષ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની પુષ્ટિ કરી હતી. મિથિલેશની કેટલીક તસવીરો શેર કરતાં તેમણે લખ્યું કે - તમે વિશ્વના શ્રેષ્ઠ પિતા હતા, તમે મને જમાઇ નહી પણ પુત્રની જેમ પ્રેમ આપ્યો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે.


રિપોર્ટ્સ અનુસાર મિથિલેશને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તે સ્વસ્થ થઇ ગયા હતા. જે બાદ તેમને તેમના વતન લખનઉ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


મિથિલેશ ચતુર્વેદી ઘણા વર્ષોથી મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. તેમણે હૃતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’, સની દેઓલ સાથે ‘ગદર’ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઘણા ટીવી શો અને જાહેરાતોમાં કામ કર્યું છે. તે ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળ્યા હતા. આ સિવાય તે વેબ સીરિઝ સ્કેમમાં રામ જેઠમલાણીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ગુલાબો-સિતાબો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.


 


Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાને 3-2થી આપી હાર, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ


Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ


Commonwealth Games 2022: ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને કચડ્યું , 8-0થી મેળવી જીત


Commonwealth Games 2022: ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ, સૌરવ ઘોષાલે સ્ક્વોષની રમતમાં જીત્યો બ્રોન્ઝ મેડલ