ખરેખરમાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જ બન્ને શાનદાર સેન્સ ઓફ હ્યૂમર બતાવે છે.

ડ્રેસ બન્યો જ્હાન્વી કપૂરની મુસીબત.....
પહેલી તસવીરોમાં જ્હાન્વી કપૂર એક લાલ રંગના ગાઉનમાં દેખાઇ રહી છે, આ તસવીરમાં સ્ટાઇલિસ્ટ તેના વાળ ઠીક કરી રહી છે, આ દરમિયાન તે કંઇક ખાતી દેખાઇ રહી છે. બીજી તસવીરમાં જ્હાન્વી કપૂરના હાવભાવથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે ડ્રેસ પહેરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.જ્હાન્વી કપૂરે આ બન્ને તસવીરોને બિફોર એન્ડ આફ્ટરના કેપ્શનની સાથે શેર કરી છે. ખાસ વાત છે કે બીજી તસવીર એક્ટ્રેસ માટે મુસીબત બની છે, કેમકે અડધો ડ્રેસ પહેરેલી એક્ટ્રેસની આ તસવીર પર સોશ્યલ મીડિયા પર લોકો ખરાબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ પુરુ કરવા માટે બિઝી હતી, પરંતુ ખેડૂત આંદોલનના કારણે તે શૂટિંગ કેન્સલ થયુ છે, અને તે પાછી મુંબઇ આવી ગઇ છે.