મુંબઇઃ બૉલીવુડની બેસ્ટ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જાણીતો કોરિયોગ્રાફર અને ડાન્સર ટેરેન્સ લૂઇસ નોરા ફતેહીનો જબરો દિવાનો છે. તે હંમેશા સાથે ડાન્સ અને સ્ટેજ પરફોર્મ કરતો દેખાય છે. પરંતુ હવે ટેરેન્સની નોરા ફતેહી પ્રત્યેની દિવાનગી ખુલીને સામે આવી છે.

ખરેખરમાં, ગયા વર્ષે કોરોનાના કારણે મલાઇકા અરોડાને થોડાક સમય માટે શૉથી દુર રહેવુ પડ્યુ હતુ. ત્યારબાદ તેની જગ્યા નોરા ફતેહીએ લીધી હતી. આ દરમિયાન નોરા ફતેહીએ ટેરેન્સ લૂઇસના દિલમાં એવો જાદુ જગાવી દીધો કે ટેરેન્સ તેનો જબરો દિવાનો થઇ ગયો. નોરા જ્યારે કો-જજ તરીકે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં આવી તે સમયે બન્ને વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળ્યુ હતુ.

તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જ્યારે નોરા પોતાની જજની ખુરશી પર બેસવા આગળ વધી રહે છે, તે સમયે બેકગ્રાઉન્ડમાં હમ આપકે હૈ કૌનનુ રૉમેન્ટિક ગીત પહેલા પહેલા પ્યાર હૈ સાંભળીને ટેરેન્સ લૂઇસ પણ રૉમેન્ટિક મૂડમાં આવી જાય છે. ટેરેન્સ નોરાને પોતાના ખોળામાં ઉંચકીને સરપ્રાઇઝ આપી દે છે. તમામ લોકો આ સીન જોઇને ચોંકી જાય છે.



ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી અને કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઇસ બન્નેની કેમેસ્ટ્રી જબરદસ્ત મેચ થઇ રહી છે.