Rakul Preet Singh Latest Photos: સાઉથ સિનેમાની સુપરહૉટ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હવે બૉલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. હાલમાં તે સોશ્યલ મીડિયા પર સેન્સેશન પણ બની ચૂકી છે. તેની દરેક પૉસ્ટ ઘડીકમાં વાયરલ થઇ જાય છે. તેના ગ્લેમરસ અંદાજ પર લાખો ફેન્સ ફિદા છે, હવે તેની નવી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેનો સ્લિમ લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરો પર લાઇક્સ અને કૉમેન્ટ ખુબ આવી રહી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ એક ટેબલ પર બેઠેલી છે, અને બૉસ લેડીની જેમ એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે. અભિનેત્રીનો આત્મવિશ્વાસ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. રકુલના સાઇડ સ્લિટ બોડીકોન ડ્રેસ વિશે વાત કરતાં તેમાં નેટ ડિટેલિંગ સાથે ડૂબતી નેકલાઇન આપવામાં આવી હતી. અભિનેત્રી તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ આ લુકને ગોલ્ડન ડ્રોપ-ડાઉન ઈયરિંગ્સ, ગોલ્ડન રિંગ્સ એક્સેસરીઝ અને પેન્સિલ હીલ્સ, ખુલ્લા વાળ સાથે રકુલની સુંદરતામાં વધારો કર્યો છે. ફેશન સ્ટાઇલિશ શીના ત્રેહાનના આ ડ્રેસની કિંમત માત્ર 6 હજાર છે, રકુલ તેના વાળ સાથે રમતી અને ક્યારેક ફુલ ચિલ મૂડમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
હમણાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ કંઇક ખાસ પ્રભાવ પાડી શકી નહીં. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સિવાય 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે. રકુલે સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રીત સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. આ દિવસોમાં જેકી ભગનાની સાથે તેના લગ્નના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જોકે આ બન્ને જલદી લગ્ન કરશે એવી વાત પણ સામે આવી છે.