કવિતાએ ચાર અલગ અલગ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શ્રદ્ધા ભાવ અને મસ્તી કરતી દેખાઇ રહી છે. પહેલી તસવીરોમાં કવિતા અને તેનો પતિ ફોટા માટે પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે. તેમની પાછળ ગંગા નદી વહી રહી છે. આ દરમિયાન બન્ને ચહેરા પર માસ્ક પહેરેલુ છે. બીજી તસવીરમાં કવિતા કૌશિક ગંગા નદીમાં ડુબકી લગાવી રહી છે.
ત્રીજી તસવીરમાં કવિતા અને તેના પતિ નદી તરફ મોં કરીને બેસીને નદી અને ઘાટને જોઇ રહ્યા છે. વળી ચોથી તસવીરોમાં કવિતા કૌશિક કેટલાક પોલીસકર્મીની સાથે તસવીરો માટે પૉઝ આપી રહી છે. આમાં કેટલીક મહિલા પોલીસકર્મી પણ છે.
આ તસવીરોને શેર કરતા કવિતાએ લખ્યું- સાવધાનીઓ અને ટેસ્ટિંગની સાથે કુંભ કેમકે જીવન પર ચાલી રહ્યું છે, પોલીસ અને સેનાના એક પરિવારનો ભાગ બનવા માટે ધન્ય.
39 વર્ષીય એક્ટ્રેસ કવિતા કૌશિકે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, અને સોશ્યલ મીડિયા પર તેનુ મોટુ ફેન ફોલોઇંગ છે.