એક્ટર ઋષિ કપૂરને થોડાક દિવસો પહેલા તબિયત બગડતા હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, અને આઇસીયુમાં સારવાર હેઠળ રખાયા હતા. ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ.
પીએમ મોદીએ કહ્યું- ઋષિ કપૂરજી બહુઆયામી, પ્રિય અને જીવંત હતા, તે પ્રતિભાની ખાણ હતા, હું હંમેશા સોશ્યલ મીડિયા પર તેમની સાથેની વાતચીતને યાદ કરીશ. તે ફિલ્મો અને ભારતની પ્રગતિ વિશે ભાવુક હતા. તેમના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને પ્રસંશકો પ્રતિ સંવેદના. શાંતિ.