Ilayaraja Daughter Death: સંગીત નિર્દેશક ઇલૈયારાજાની પુત્રી અને પ્લેબેક સિંગર ભવતારિણી કેન્સર સામેની લડાઈ હારી ગઈ છે. સિંગરે 25 જાન્યુઆરીએ શ્રીલંકામાં અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, તે લિવર કેન્સરથી પીડિત હતી અને તેની સારવાર કરાવવા શ્રીલંકા ગઈ હતી. સારવાર દરમિયાન જ તેમણે શ્રીલંકામાં સાંજે 5 વાગ્યે દુનિયાને અલવિદા કહી દીધું.


 






તે શ્રીલંકામાં કેન્સરની સારવાર લઈ રહી હતી


એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ભવતારિણીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે લખ્યું - દુઃખદ સમાચાર! ઇસાઇગ્નાની ઇલૈયારાજાની પુત્રી સિંગર ભવતારિણીનું આજે સાંજે શ્રીલંકામાં નિધન થયું છે. તે કેન્સરની સારવાર લઈ રહી હતી. સાંભળીને દુખ થયું. તેમના આત્માને શાંતિ મળે!


ભવતારિણીને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો
અહેવાલો અનુસાર, ભવતારિણીના પાર્થિવ દેહને આવતીકાલે 26 જાન્યુઆરીએ ચેન્નાઈ લાવવામાં આવશે અને અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 47 વર્ષની ભવતારિણી ઇલૈયારાજાની પુત્રી અને કાર્તિક રાજા અને યુવાન શંકર રાજાની બહેન હતી. 'ભારતી'ના તમિલ ગીત 'મેઈલ પોલા પોન્નુ ઓન્નુ' માટે તેણીને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.


ઇલૈયારાજાએ આ હિન્દી ગીતોને અવાજ આપ્યો હતો
ઇલૈયારાજા વિશે વાત કરીએ તો, તે ભારતીય સંગીતકાર, એરેન્જર, ઓર્કેસ્ટ્રેટર અને મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ ગાયક છે. તેઓ મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મો માટે ગાવા માટે જાણીતા છે. ઇલિયારાજા બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે. તેણે 'એ ઝિંદગી ગલે લગા લે', 'તેરી નિગાહોં ને', 'યે હવા યે ફિઝા' અને 'હિચકી-હિચકી' સહિતના ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. નાની ઉમરમાં ભવતારિણીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે.


 


આ પણ વાંચો


લગ્નમાં ઉતાવળ કરવાથી થાય છે અનેક નુકસાન, મોડા લગ્ન કરવાના હોય છે અનેક ફાયદા


Republic Day 2024: રિપબ્લિક ડે વીકેન્ડ પર પરિવાર સાથે OTT પ્લેટફોર્મ પર ઘર બેઠા આ ફિલ્મ કરો એન્જોય


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial