પ્રકાશ રાજે એક કલાકારોને કોલાજ શેર કર્યો છે, જ્યાં શાહરૂખ ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, ઋત્વિક રોશન, અજય દેવગન અને વિવેક ઓબેરૉયે સમ્રાટ અશોક, સ્વતંત્રતા સેનાની મંગલ પાંડે, ચિત્તૌડની રાની પદ્માવતી, સમ્રાટ અકબર, સ્વતંત્રતા સેનાની ભગત સિંહ અને પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે. આને લઇને પ્રકાસ રાજે કટાક્ષ કર્યો છે. આમાં કંગનાએ રાની લક્ષ્મીબાઇ વાળી ભૂમિકાની તસવીર પણ સામેલ કરવામાં આવી છે.
આ કૉલાજમાં લખ્યું કંગના રનૌતની બાજુમાં લખ્યુ છે- જો એક ફિલ્મથી કંગના વિચારતી હોય કે તે રાની લક્ષ્મીબાઇ છે, તો દીપિકા પદ્માવતી છે, ઋત્વિક અકબર છે, શાહરૂખ અશોક છે, અજય ભગત સિંહ છે, આમિર મંગલ પાંડે છે, અને વિવેક ઓબેરૉય મોદીજી છે. પ્રકાશ રાજની આ ફિલ્મ પૉસ્ટર પર કંગનાના ફેન પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.