Pritish Nandy Passes Away: જાણીતા ફિલ્મ સર્જક, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. પ્રીતિશે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા તેમના નિધનની માહિતી આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને નંદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
અનુપમ ખેરે લખ્યું- 'મારા સૌથી પ્રિય અને સૌથી નજીકના મિત્રોમાંના એક પ્રિતેશ નંદીના નિધન વિશે જાણીને હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. એક અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક બહાદુર અને અનન્ય સંપાદક અને પત્રકાર, તેઓ મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં મારી સપોર્ટ સિસ્ટમ અને શક્તિનો મોટો સ્ત્રોત હતા.
' સૌથી નીડર લોકોમાંના એક'- અનુપમ ખેર
અનુપમ ખેરે આગળ લખ્યું- 'હું જેને મળ્યો છું તે સૌથી નીડર લોકોમાંના એક હતા. હમેશા લાર્જર ધેન લાઈફ. હું તેની પાસેથી ઘણું બધું શીખ્યો. કેટલાક સમયથી અમે વારંવાર મળતા નહોતા. પણ એક સમય એવો હતો જ્યારે અમે સાથે હતા. જ્યારે તેણે મને ફિલ્મફેરના કવરપેજ પર મૂકીને મને આશ્ચર્યચકિત કર્યો અને સૌથી અગત્યનું, ધ ઇલસ્ટ્રેટેડ વેલ્કી, તે હું ક્યારેય ભૂલીશ નહીં. તેઓ મિત્રોના મિત્રની સાચી વ્યાખ્યા હતા. મારા મિત્ર, હું તમને અને આપણ સાથે વિતાવેલા સમયને યાદ કરીશ. રેસ્ટ ઈન પીસ.
પ્રિતેશ નંદીની કારકિર્દી
પ્રિતેશ નંદી એક પત્રકાર પણ હતા જેમણે 1990 ના દાયકામાં દૂરદર્શન પર 'ધ પ્રિતિશ નંદી શો' નામનો ટોક શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં તેણે સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ લીધા હતા. તેણે 2000 ના દાયકાની શરૂઆતમાં તેના બેનર પ્રિતેશ નંદી કોમ્યુનિકેશન હેઠળ 'સૂર', 'કાંટે', 'ઝંકાર બીટ્સ', 'ચમેલી', 'હઝારોં ખ્વાશીં ઐસી', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' જેવી ઘણી ફિલ્મો બનાવી હતી. આ સિવાય તેમની કંપનીએ વેબ સિરીઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ' અને એન્થોલોજી સિરીઝ 'મોર્ડન લવ મુંબઈ' પણ પ્રોડ્યુસ કરી હતી.
આ પણ વાંચો....