પૂરબે જણાવ્યું કે, તેમના જનરલ ફિઝિશયને કહ્યું કે, તે અને તેનો આખો પરિવાર કોરોના વાયરસનો ભોગ બન્યા હતા. પરિવારમાં તમાને સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હતા પરંતુ બાદમાં જાણવા મળ્યું તમામ લોકો કોરોનાથી સંક્રમિત હતા. એક્ટરે કહ્યુ કે, જોકે એક સપ્તાહ બાદ તમામ સભ્યો સ્વસ્થ છે. તેણે કહ્યું કે, અમને સામાન્ય ફ્લ્યૂના લક્ષણો હતાં. પણ અમે અમારા જનરલ ફિઝિશિયનને તેના લક્ષણો વિષે તપાસ કરાવી તો તેમણે અમારામાં કોરોનાના સંક્રમણની જાણકારી આપી હતી. અમને શરીરમાં કફ અને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ હતી.
પૂરબે જણાવ્યું હતું કે, દીકરી ઇનાયાને સૌ પ્રથમ ફ્લૂ થયો હતો. તેને બે દિવસથી શરદી અને તાવ હતો. બાદમાં મારી પત્ની લૂસીને છાતીમાં કેટલીક સમસ્યા ઉભી થઈ હતી. તેનામાં પણ ઉધરસના લક્ષણો જોવા મળ્યા. તેવી જ રીતે ઘરના તમામ લોકોને કફની તકલીફ હતી. એક દિવસ મને તાવ આવ્યો પરંતુ ઠીક થઇ ગયો પરંતુ બાદમાં ત્રણ દિવસ સુધી ઉધરસ રહી હતી. અંતમાં મારા દીકરાને તાવ આવ્યો. તેને ત્રણ દિવસ સુધી રહ્યો. સામાન્ય ઉધરસ પણ હતી. પાંચમા દિવસે તેનો તાવ ઉતરી ગયો હતો. અમારા ત્રણેયના શરીરનું તાપમાન 100 થી 101 ફેરેનહાઈટ હતુ. પરંતુ ઓસને સૌથી વધારે લગભગ 104નું તાપમાન હતું. જોકે હાલ અભિનેતા અને તેનો પરિવાર હેમખેમ છે. પોતાના સેલ્ફ આઈસોલેશન વિષે જણાવતા કહ્યું હતું કે, અમે મીઠાના પાણીથી દિવસમાં ચારથી પાંચ વાર કોગળા કરતા હતાં. આદુ, હળદર અને મધનું મિશ્રણ ગળા માટે ખરેખર રાહતરૂપ હતું.
પૂરબે કહ્યું કે, હું વાત તમારી સાથે એટલા માટે શેર કરી રહ્યો છું જેથી તમારો ડર ઓછો કરી શકું. છેલ્લા સપ્તાહે અમે સેલ્ફ ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવ્યા છીએ. હવે અમને કોરોના નહી. જો આવું કાંઇ થાય છે તો ડોક્ટરની સલાહ લો. તેણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.