Pushpa 2: 'પુષ્પા 2' એ રિલીઝ થતાની સાથે જ હલચલ મચાવી દીધી છે. જો કે, ફિલ્મનો ક્રેઝ તેની રિલીઝ પહેલા જ દર્શકોના દિલ અને દિમાગમાં પહોંચી ગયો હતો. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે તેની ટિકિટો પૂરજોશમાં વેચાઈ હતી. પ્રશંસકોએ તેમના સુપરસ્ટારની ફિલ્મની સ્ક્રીન પર આવતાની સાથે જ ઉજવણી કરી હતી. થિયેટરોની અંદર, દરેક દ્રશ્ય માટે તાળીઓ અને સીટીઓ લાગી રહી છે. જો કે એક દ્રશ્યે પ્રેક્ષકોને દિવાના બનાવી દીધા છે. આ સીનને કારણે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2000 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.


કયા સીનના કારણે પુષ્પા 2 2000 કરોડની કમાણી કરી શકે છે
જો કે પુષ્પા 2 ના તમામ સીન અદ્ભુત છે, પરંતુ એક સીન આખી મહેફીલ લૂંટી ગયો છે. આ સીનમાં અલ્લુ અર્જુન ડેશિંગ સ્ટાઈલમાં સાડી પહેરેલો જોવા મળે છે. તેની સ્ટાઈલ, તેનો સ્વેગ, બધું જ રુવાડા ઉબા કરી દે છે. આ દ્રશ્યે સિટીઓ અને તાળીઓના ગડગડાટથી સિનેમાઘરો ગુંજી ઉઠ્યા હતા. આ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, “મારા શબ્દોને માર્ક કરો, પુષ્પા 2નો આ સીન આ ફિલ્મને 2000 કરોડ સુધી લઈ જશે. ઉત્તરમાં મારા થિયેટરમાં ચાહકો પાગલ થઈ ગયા છે. અલ્લુ અર્જુન અહીં તેના પીક પર છે.






'પુષ્પા 2' એ પ્રથમ દિવસે જ મચાવી સનસની


'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં જ હલચલ મચાવી દીધી હતી. SACNILC ના અહેવાલ મુજબ, ફિલ્મે બ્લોક સીટ વિના પ્રી-ટિકિટ વેચાણમાં આશરે રૂ. 91.24 કરોડની કમાણી કરી હતી, જ્યારે બ્લોક સીટો સાથે તેણે રૂ. 105.67 કરોડથી વધુ કમાણી કરી હતી. થિયેટરોમાં રિલીઝ થતાંની સાથે જ તેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. પહેલા દિવસે ફિલ્મ પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે બપોરે 3 વાગ્યા સુધી 58.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રાત સુધીમાં આ સંખ્યામાં કેટલાંક કરોડનો ઉમેરો થવાની ધારણા છે. આ સાથે 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે.


આ પણ વાંચો....


Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન