Shah Rukh Khan Private Event Fees:  બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. શાહરૂખ બોલિવૂડમાં ત્રણ દાયકા કરતાં વધુ સમયથી છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તે ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મોની સાથે શાહરૂખ ખાનગી ઈવેન્ટ્સમાં પણ પરફોર્મ કરે છે. હાલમાં જ શાહરૂખે એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો તમને જણાવીએ કે શાહરૂખ એક ઈવેન્ટમાં કામ કરવા માટે કેટલો ચાર્જ લે છે.


શાહરૂખ ખાને ઈવેન્ટમાં ફિલ્મ પઠાણના ગીત ઝૂમે જો પઠાણ પર પરફોર્મ કર્યું હતું. તેનો વીડિયો જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે. વીડિયોમાં શાહરૂખ ખાન સોલ્ટ એન્ડ પેપર લુકમાં જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો જોઈને તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.


શાહરૂખ ખાન એક ઈવેન્ટ માટે આટલો ચાર્જ લે છે
Siasat.comના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. શાહરૂખ ખાન દર વર્ષે અનેક લગ્નોમાં પણ પરફોર્મ કરે છે. તેના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. તમને જણાવી દઈએ કે, શાહરુખની ફેન ફોલોઈંગ ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં છે. ફેન્સ શાહરુખ ખાનની એક ઝલક જોવા માટે તલપાપડ રહે છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સાથેની ફિલ્મ વર્ષ 2025માં આવવાની છે. આ ફિલ્મનું નામ કિંગ છે. જેમાં અભિષેક બચ્ચન પણ જોવા મળી શકે છે. જો કે હજુ સુધી અભિષેકની એન્ટ્રી અંગે માહિતી આપવામાં આવી નથી. સુહાના અને શાહરૂખ પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. વર્ષ 2024માં શાહરૂખની કોઈ ફિલ્મ નથી. તેણે 2023માં પઠાણ સાથે વાપસી કરી હતી. તે વર્ષે શાહરૂખ ખાન સતત ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી લઈને આવ્યો હતો. ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. ત્રણેય ફિલ્મોમાં શાહરૂખ ખાનનો લૂક સાવ અલગ હતો.


આ પણ વાંચો...


Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન