મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંન્દ્રા હાલના દિવસોમાં પોર્ન વીડિયો બનાવવા મામલામાં જેલમાં છે. એક્ટ્રેસે પ્રથમવાર આ વિવાદ પર મૌન તોડ્યું છે. શિલ્પા શેટ્ટીએ આજે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, આ મામલા પર તે હાલમાં ચૂપ જ રહશે કારણ કે આ મામલો હાલમાં કોર્ટમાં છે.
એક્ટ્ર્સે લખ્યું કે, મે આ મામલા પર હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી. આગળ પણ કરીશ નહી કારણ કે હાલમાં આ કેસ કોર્ટમાં છે. એક્ટ્રેસે આજે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હા છેલ્લા કેટલાક દિવસો મારા માટે મુશ્કેલભર્યા રહ્યા છે. મારા અને મારા પરિવાર પર ઘણા આરોપો લાગ્યા છે. મને ટ્રોલ કરવામાં આવી છે. ફક્ત મને જ નહી મારા પરિવારને પણ તેને જોડવામાં આવ્યો. આ મામલા પર મે હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી આગળ પણ કરીશ નહી કારણ કે કોર્ટ કેસમાં છે. તમે લોકો મારા તરફથી ખોટા કોટ લખવાનું બંધ કરો.
એક્ટ્રેસે લખ્યું કે, મારી ફિલોસોફી છે કે કોઇને ફરિયાદ ના કરો, કોઇને એક્સપ્લેન ના કરો. એક્ટ્રેસે કહ્યું કે, તેને પુરો વિશ્વાસ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થશે. હું ફક્ત એટલું કહી શકું છું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને મને મુંબઇ પોલીસ અને આપણી ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે.
પોતાના નિવેદનમાં શિલ્પાએ એક અપીલ કરી છે. તેણે લખ્યું હતું કે, હું એક માતા હોવાના કારણે મારા બાળકોની પ્રાઇવેસી માટે અપીલ કરું છું. અમારા વિશે કોઇ પણ સમાચાર વેરિફાઇ કર્યા વિના છાપો નહીં. તે ભારતની નાગરિક છે અને તમામ કાયદાઓનું પાલન કરું છું. તે 29 વર્ષોથી મહેનતથી કામ કરે છે. શિલ્પાનું કહેવું હતું કે લોકો તેના પર વિશ્વાસ કરે છે અને કોઇને પણ નિરાશ નહી કરે. અંતમાં શિલ્પાએ લખ્યું કે, મને અને મારા પરિવારને પ્રાઇવેસીનો અધિકાર છે. મીડિયા ટ્રાયલ ના કરો. કાયદાને પોતાનું કામ કરવા દો. સત્યમેવ જયતે!.