Rajinikanth: દિગ્ગજ અભિનેતા રજનીકાંતને સોમવારે મોડી રાત્રે ચેન્નઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય રજનીકાંતને મંગળવારે ઇલેક્ટિવ પ્રોસિઝરથી પસાર થવું પડી શકે છે. જો કે રજનીકાંતના પરિવાર કે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.






દરમિયાન, ચેન્નઈ પોલીસે જણાવ્યું હતું કે રજનીકાંતને ચેન્નઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે રજનીકાંત સિનિયર એક્ટર છે. ભારત સરકારે તેમને 2000માં પદ્મ ભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતા માટે શેવેલિયર શિવાજી ગણેશન પુરસ્કાર મળ્યો છે. 45મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2014માં તેમને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર માટે શતાબ્દી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.


ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ની 50મી આવૃત્તિમાં તેમને આઈકોન ઓફ ગ્લોબલ જ્યુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમિલ સિનેમાના ઈતિહાસમાં એમજી રામચંદ્રન પછી તે બીજા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તેમને 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય અભિનેતા રજનીકાંતને વૈકલ્પિક પ્રક્રિયા માટે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સાઈ સતીશની દેખરેખ હેઠળ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.


અભિનેતા રજનીકાંતની આજે કાર્ડિયાક કેથ લેબમાં સર્જરી થશે. નોંધનીય છે કે આ પહેલા રજનીકાંત તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ વેટ્ટૈયાના ઓડિયો લોન્ચ પર જોવા મળ્યા હતા, જ્યાં અભિનેતાએ સ્ટેજ પર પોતાના આકર્ષક ડાન્સ મૂવ્સથી લોકોને ચોંકાવી દીધા હતા.


ઉલ્લેખનીય છે કે રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'વેટ્ટૈયન'નું ટ્રેલર આવતીકાલે એટલે કે 2જી ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબર, 2024ના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ રજનીકાંતનું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જેમાં રજનીકાંત ચશ્મા પહેરેલા ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છે.


 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત