Dadasaheb Phalke Award: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ એવોર્ડ ફિલ્મોમાં તેમના યોગદાન બદલ આપવામાં આવશે. 






કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે કોલકત્તાના રસ્તાઓથી લઇને ફિલ્મી દુનિયામાં ઉંચાઇઓને સ્પર્શવા સુધી. મિથુન દાની ફિલ્મી સફર એ દરેક પેઢીને પ્રેરણા આપી છે. હું એ જાહેરાત કરતા સન્માનિત અનુભવું છું કે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.


પહેલી જ ફિલ્મથી નેશનલ એવોર્ડ જીત્યો


ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 350 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા છે. જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો સમાવેશ થાય છે. મિથુને વર્ષ 1977માં Mrigayaa ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.


મિથુનની કારકિર્દી


પોતાના કરિયરની શરૂઆતમાં તે નાના રોલમાં જોવા મળ્યો હતો. ‘દો અંજાને’, ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન મેં, મિથુને નાના રોલમાં કામ કર્યું હતું. ત્યારબાદ 1979માં રિલીઝ થયેલી ઓછા બજેટની ફિલ્મ ‘સુરક્ષા’એ તેમને લોકપ્રિયતા હાંસલ કરવામાં મદદ કરી હતી. ફિલ્મ ‘પ્રેમ વિવાહે’એ પણ તેની કારકિર્દીને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મિથુને ‘હમસે બઢકર કૌન’, ‘ધ એન્ટરટેનર’, ‘શાનદારસ’, ‘ત્રિનેત્ર’, ‘અગ્નિપથ’, ‘હમ સે હૈ જમાના’, ‘વો જો હસીના’, ‘ડિસ્કો ડાન્સર’, ‘ટેક્સી ચોર મેં’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ બંગાળી સિનેમામાં 1978માં ફિલ્મ ‘Nadi Theke Sagare’ થી ડેબ્યૂ કર્યું હતું.           


IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી