Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગોવામાં આ દંપતીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. રકુલ પ્રીત અને જેકીએ આનંદ કારજ વિધિ બાદ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઈન્ડિયા ટુડેએ અગાઉ સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે રકુલ પ્રીત સિંહની 'ચુડા' સેરેમની સવારે જ યોજાવાની હતી. આ પછી, કપલે 3.30 વાગ્યા પછી ITC ગ્રાન્ડ સાઉથ ગોવા ખાતે સાત ફેરા લેવાના હતા.રકુલ અને જેકી બે ફેરા લેશે. પહેલા તેઓ આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કરશે અને પછી સિંધી પરંપરાથી લગ્ન કરશે.
અખંડ પાઠથી લગ્નની વિધિ શરૂ થઈ હતી
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા. 3જી ફેબ્રુઆરીથી જ બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. 3 ફેબ્રુઆરીના રોજ, રકુલ પ્રીત સિંહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન પહેલા અખંડ પાઠમાંથી પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ તસવીરમાં તે માથા પર જાંબલી રંગનો દુપટ્ટો પહેરેલી જોવા મળી હતી.
સિદ્ધિવિનાયક મંદિરે પહોંચીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા
16 ફેબ્રુઆરીએ જેકી ભગનાનીના ઘરે ઢોલ નાઈટ યોજાઈ હતી અને બીજા દિવસે કપલ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યું હતું. જેકી અને રકુલ પ્રીતે પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને પછી બાપ્પાને તેમના લગ્નનું કાર્ડ પણ આપ્યું.
રકુલ પ્રીત-જેકીના લગ્નમાં થઈ આ વિધિ
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 18 ફેબ્રુઆરીના રોજ લગ્ન માટે ગોવા રવાના થયા હતા. તેમના લગ્નના ફંક્શન 19 ફેબ્રુઆરીથી શરૂ થયા હતા. પહેલા દંપતીની હલ્દી વિધિ થઈ અને પછી દુલ્હનના હાથ પર પતિના નામની મહેંદી લગાવી. આ પછી બંનેએ સંગીત સેરેમનીમાં જોરશોરથી ડાન્સ કર્યો. નોંધનિય છે કે બન્ને એકબીજાન
આ સ્ટાર્સે લગ્નમાં હાજરી આપી હતી
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આ દરમિયાન, અર્જુન કપૂર, રવિ કિશન, આયુષ્માન ખુરાના, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સહિતના દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ ગોવા પહોંચ્યા હતા અને રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં હાજરી આપી હતી.