મુંબઇ : ટીવી સીરિયલોની ત્રણ જાણીતી સેલિબ્રિટી કોરોનાનો ભોગ બની છે. હાલમાં અત્યંત લોકપ્રિય સીરિયલ બડે અચ્છે લગતે હૈં-2 સીરિયલમા રામ કપૂર બનતા  અભિનેતા નકુલ મહેતા કોરોનાનો ભોગ બન્યા છે. એ પછી તેમનાં પત્નિ જાનકી અને 11 મહિનાનો પુત્ર સૂફી પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. નકુસે પોતે આ  જાણકારી સોશયલ મીડિયા પર આપી છે. આ ઉપરાંત અભિનેત્રી દ્રષ્ટિ ધામી અને સુમોનાચક્રવર્તી પણ કોરોનાનો ભોગ બની ચૂકી છે. 


ટીવી સીરિયલ બડે અચ્છે લગતે હૈના એકટર નકુલ મહેતા કોરોના પોઝિટિવ થયો હતો.હવે તેની પત્ની જાનકીએ સોશયલ  મીડિયા પર જણાવ્યું છે કેતે પોતે અને તેનો 11 મહિનાનો પુત્ર સૂફી પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે. તેણે જણાવ્યું કેનકુલ કોરોનાગ્રસ્ત થયા પછીના થોડા દિવસો બાદ  મેં મારો અને મારા પુત્રનો કોરોના ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મારા પુત્રની તબિયત અડધી રાતે વધુ ગંભીર થઇ જતા મારે તેને તાબડતોબ હોસ્પિટલમાં લઇ જવો પડયો હતો. 


જાનકીએ પુત્રની તસવીર શેર કરતાં જણાવ્યું હતું કેસૂફીને તાવ આવવા લાગ્યો હતો. આ તાવ  સામાન્ય દવાથી કાબૂમાં આવ્યો નહોતો. ત્યાર પછી 104 ડિગ્રીથી તાવ વધી જતાં હું તેને અડધી રાતે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. હું મારા પુત્ર સાથે આઇસીયુમાં હતી. મારા નાનકડા દીકરાએ કોરોના સામે સખત લડત આપી છે. હું તેની કાળજી લેવા માટે એકલા હાથે લડી રહી હતી. 


સુમોનાએ જણાવ્યું હતું કેમારામાં કોરોનાના મધ્યમ લક્ષણો જોવા મળ્યાં છે. હું ઘરમાં ક્વોરનટાઇન થઇ છું.   ગયા અઠવાડિયા દરમિયાન જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે તેવી મારી  વિનંતી છે. 


દ્રષ્ટિ ધામીએ જણાવ્યું હતું કેતે કોરોના પોઝિટિવ આવી છે. ત્રીજી લહેર સામે લડવા માટે મને ઘણી સારી ચીજો કંપની આપવાની છે. સદભાગ્યે હું ફૂલ સૂંઘી શકું છું,  તેમજ ચોકલેટનો પણ સ્વાદ માણી શકું છું. તેણે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેની સાથે ટેબલ પર ફૂલનો ગુચ્છોઓક્સીમીટરટેબલેટવિક્સચોકલેટ અને થોડા પેપર્સ જોવા મળે છે.