નવી દિલ્હીઃ વર્ષો જુની લોકપ્રિય સીરિલય રામાયણ દુરદર્શન પર ફરી શરૂ થઇ અને લોકપ્રિય પણ થઇ ગઇ. સાથે સાથે રામાયણનો કાસ્ટિંગ સ્ટાફ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સૌથી વધુ ચર્ચામાં રામાયણમાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીનુ કેરેક્ટર આવ્યુ છે.

રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા સીરિયલ રામાયણમાં રાવણ તરીકે જાણીતો થયેલા એક્ટર અરવિંદ ત્રિવેદી મોટો રામભક્ત છે, આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન થયો હતો,  હાલ રામાયણના કારણે દુરદર્શને જબરદસ્ત ટીઆરપી મેળવી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, તેને રામાયણાં રાવણનો રૉલ તેને રામની દયાથી મળ્યો હતો. તે તેમની ભક્તિનો સાથે હતો. સીરિયલમાં રામાનંદ સાગર રાવણના પાત્રને લઇને ખુબ ગંભીર હતા, જ્યારે હું અરવિંદ ત્રિવેદી રામાયણમાં કેવટનુ પાત્ર ભજવવા ઇચ્છતો હતો, પણ થયુ એવુ કે રામાનંદ સાગરે મને જ રાવણની ભૂમિકા માટે પસંદ કરી દીધો.



ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીને લઇને મોટો ખુલાસો પણ થયો. અરવિંદ ત્રિવેદી જ્યારે જ્યારે સીરિયલનુ શૂટિંગ કરવા જતા હતા ત્યારે ત્યારે તે રામજીની પૂજા કરતા હતા, અને તેમની પાસે વારંવાર માફી માગતા હતા, કેમકે તે કેટલાક અપશબ્દો બોલવા જઇ રહ્યાં છે જે માત્ર રૉલ માટે જ છે.

અરવિંદ ત્રિવેદી જ્યારે શૂટિંગ કરવા જાય ત્યારે ઉપવાસ કરીને જતા હતા, અને શૂટિંગ પુરુ થયા પછી જ ખાવા પીવાનુ કરતા હતા.

હાલ અરવિંદ ત્રિવેદી 81 વર્ષના થઇ ગયા છે, તાજેતરમાં જ અરવિંદ ત્રિવેદીએ ટ્વીટર ડેબ્યૂ કરીને પોતાના ફેન્સને ખુશખબરી આપી છે.