દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ બન્નેના લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે, તેમને જણાવ્યુ કે 8મી ઓગસ્ટે રાણા અને મિહીકા લગ્ન યોજાશે.
પ્રૉડ્યૂસર દગ્ગુબાતી સુરેશ બાબુએ કહ્યું કે, લગ્નમાં માત્ર બન્ને તરફના પરિવારજનો જ હાજર રહેશે. લગ્ન દરમિયાન કોરોના વાયરસ મહામારીથી બચવા માટે તે સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનુ પાલન કરશે.
ઉલ્લેખનીય છે કે, રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજે અધિકારીક રીતે સગાઇ કરી લીધી છે. તેમની સગાઇ હૈદરાબાદ સ્થિત દગ્ગુબાતીના દાદા (દગ્ગુબાતી રમાનાઉડુ) રમાનાઉડુ સ્ટુડિયોમાં થઇ હતી.
ઇન્ટીરિયર ડિઝાઇનર છે મિહીક બજાજ....
મિહીકા બજાજની વાત કરવામાં આવે તો, તેનો જન્મ અને પાલન પોષણ હૈદરાબાદમાં થયુ છે, મિહીકા એક બિઝનેસ વૂમન છે. મિહીકા Dew Drop Design Studioની ફાઉન્ડર છે, જે ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.
મિહીકાએ ચેલ્સી યુનિવર્સિટીમાં ઇન્ટીરિયર ડિઝાઇનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, મિહીકાની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી મિત્રતા છે. તેને બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના ફંક્શનમાં ભાગ લીધો હતો.