નવી દિલ્હીઃ બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતીએ લૉકડાઉનમાં પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાર સાથે સગાઇ કરી લીધી છે. આ પ્રસંગે બન્નેનો આખો પરિવાર હાજર રહ્યો હતો, બન્નેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં એક વીડિયો એવો છે જેને જોઇને ફેન્સ પણ ચોંક્યા છે.

રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજ બન્નેને ફેન્સે સોશ્યલ મીડિયા પર સગાઇના અભિનંદન પાઠવી રહ્યાં છે. ખાસ વાત છે કે સગાઇના પ્રસંગે બન્ને ખુશ છે અને જશ્ન મનાવવા માટે દગ્ગુબાતી એક શેમ્પેઇનની બૉટલ ખોલતો દેખાઇ રહ્યો છે, રાણા દગ્ગુબાતીએ એક્સાઇટમેન્ટ શેમ્પેઇનની બૉટલને પૉપિંગ સ્ટાઇલથી ખોલી હતી. આ દરમિયાન મિહીકા તેની પાસે એક મોટી સ્માઇલ આપીતી દેખાઇ રહી છે. આ વીડિયો જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.



સગાઇ દરમિયાન રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજ એક ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાઇ રહ્યાં છે. રાણા દગ્ગુબાતીએ સફેદ શર્ટ અને લુંગી પહેરી છે, જ્યારે મિહીકા બજાજ પણ સુંદર સાઉથ ઇન્ડિયન આઉટફિટમાં દેખાઇ રહી છે.



મિહીકા બજાજે પણ પોતાના એકાઉન્ટ પરથી સગાઇની તસવીરો શેર કરી છે, એક તસવીરમાં બન્ને ખુશ દેખાઇ રહ્યાં છે, દગ્ગુબાતીનો એક હાથ મિહીકાના ખભા પર છે અને બીજો હાથ તેના હાથમાં રાખેલો છે. તસવીર શેર કરતા મિહીકાએ લખ્યુ- મેરી ખુશી વાલી જગહ. જ્યારે બીજાના કેપ્શનમાં લખ્યું- હંમેશા માટે શરૂઆત થઇ ગઇ છે.



ખાસ વાત છે કે, ગયા સપ્તાહે એક્ટર રાણા દગ્ગુબાતીએ મિહીકાની સાથે એક તસવીર શેર કરીને જણાવ્યુ હતુ કે મિહીકા લગ્ન માટે માની ગઇ છે.