પોલીસ અનુસાર, બુધવાર સાંથે અચાનક એક અફવા ઉડી કે સલમાન ખાન લોકોને રાહત સામગ્રી વહેંચવા માટે આવી રહ્યો છે, બસ આ વાત જંગલમાં આગની જેમ પ્રસરી અને ફેલાઇ ગઇ, અને તેના સેંકડો ઉત્સાહિત ફેન્સ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ લોકોની ભીડને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, તેમને કહ્યું અહીં કોઇ સેલિબ્રિટી આવવાનો નથી, અને લૉકડાઉન હોવાથી તરતજ બધા પોતાના ઘરે જતા રહો. છેવટે નિરાશ થયેલી ભીડ વિખેરાઇ ગઇ હતી. હાલ પોલીસ આ ખોટી અફવા ફેલાવનારાઓને શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પોતાના પનવેલ ફાર્મ હાઉસથી પોતાના મુંબઇ બ્રાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના માતાપિતાને મળવા પહોંચ્યો હતો. જોકે આ મુસાફરી વખતે તેને તંત્ર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી લીધી હતી અને રાત પહેલા જ પરત ફાર્મહાઉસમાં પરત ફર્યો હતો.
અભિનેતાના માતા-પિતા સલીમ અને સલમા ખાન પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે રહે છે. જ્યારે સલમાન ખાન માર્ચમાં લૉકડાઉન થયુ ત્યારથી જ પોતાના પનવલે ફાર્મહાઉસ પર રોકાયો છે.