14 એપ્રિલ 2022ના દિવસે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક થઈ ગયા છે. આલિયા અને રણબીરે ખુબ જ સાદગીથી લગ્ન કર્યા છે જેમાં ઘણા નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ અપાયું હતું. રણબીર અને આલિયાના લગ્નના પોટો પણણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે, રણબીર અને આલિયા ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. અને તેમના લગ્ન 2020ના ડિસેમ્બર મહિનામાં થવાના હતા. જો કે, દેશમાં કોરોના સંક્રમણ ફેલાતાં આ લગ્ન નહોતા થઈ શક્યા. 


21 લાખની ઘડિયાળઃ
દરમિયાન, એક મહત્વના વાત સામે આવી છે કે, રણબીરે લગ્નમાં તેના સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતી વખતે ઋષિ કપૂરની કાંડા ઘડિયાળ પહેરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હેન્ડ વોચની કિંમત લગભગ 21 લાખ રૂપિયા છે. ઘડિયાળમાં 18 કેરેટ સફેદ સોનાનો ઉપયોગ કરાયો છે અને તેના દેખાવને સુંદર બનાવવા માટે બ્લુ લેધર બેલ્ટ બનાવાયો છે.


તમને જણાવી દઈએ કે રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરનું કેન્સરના કારણે ગયા વર્ષે અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋષિ કપૂર ઇચ્છતા હતા કે તેમના પુત્રના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થાય અને તેણે આ વાત ફિલ્મમેકર સુભાષ ઘાઈને પણ જણાવી હતી.


સુભાષ ઘાઈના કહેવા પ્રમાણે, તેઓ તેમની એક્ટિંગ સ્કૂલના કોન્વોકેશન કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે ઋષિ કપૂરના ઘરે ગયા હતા. આ દરમિયાન ઋષિ કપૂરે તેમને કહ્યું કે, તેઓ પુત્ર રણબીરના લગ્નની તૈયારી કરી રહ્યા છે. સુભાષ ઘાઈના જણાવ્યા અનુસાર, ઋષિ કપૂરે તેમને એમ પણ કહ્યું હતું કે તેઓ આ લગ્ન ડિસેમ્બર 2020માં કરવાનું વિચારી રહ્યા છે, જે ખૂબ જ ભવ્ય હશે.


આ પણ વાંચોઃ


Alia Ranbir Marriage: રણબીર અને આલિયાના લગ્નના રિસેપ્શન અંગે માતા નીતૂ કપૂરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું