અભિનેતા રણવીર સિંહે ફિલ્મના સેટ પરથી શેર કરેલી આ તસવીરમાં તે રોહિત શેટ્ટીની સાથે વૉકી-ટૉકી લઇને એક પેટીના સહારે નમીને ઉભેલો દેખાઇ રહ્યો છે. તે ફિલ્મ સર્કસના ડાયરેક્ટર છે. તસવીરમાં જોઇ શકાય છે કે રણવીર સિંહ ફની ડાન્સ અંદાજમાં દેખાઇ રહ્યો છે, એક પગ ઉપરની બાજુએ ઉઠાવીને તીરછી રીતે ઉભેલો છે. તે રોહિત શર્માની તરફથ જોઇને હસી રહ્યો છે, જ્યારે રોહિત શર્મા પોતાના કામમાં બિજી છે.
આ તસવીરમાં અભિનેતા રણવીર સિંહે પર્પલ રંગની ઢીલી ટી-શર્ટ પહેરી છે, સાથે હલ્કા રંગની પેન્ટ અને સફેદ જુતા પહેરેલા દેખાઇ રહ્યાં છે. રણવીરે આ તસવીરને શેર કરતાં લખ્યું- સર્કસ કે સેટ પે સિમ્બા 2 કી ફિલ્ડિંગ...... આની સાથે તેને હેશટેગ બિહાઇન્ડ ધ સીન અને ટૂ ઇયર્સ ઓફ સિમ્બા લખ્યું.. ફિલ્મ સિમ્બા 2018માં 28 ડિસેમ્બરે રિલીઝ થઇ હતી, આ વર્ષની છેલ્લી ફિલ્મ હતી, જે સુપરહીટ સાબિત થઇ હતી.