ન્યૂયોર્કઃ અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. ગુરુવારે ઉત્તરી મૈરિલેન્ડમાં એક મેન્યુફ્રેક્ચરિંગ યુનિટ પર એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.


વોશિંગ્ટન કાઉન્ટી શેરિફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ થઈ નથી. જોકે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસકર્મી સાથેના ક્રોસ ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો હતો, જેને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ શંકાસ્પદ આરોપી અને પોલીસકર્મી બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ સમુદાયને નિશાન બનાવી ફાયરિંગ કરાયુ નથી. જો કે, ફાયરિંગ પાછળનું કારણ અકબંધ છે. મૈરિલેન્ડના ગવર્નર લેરી હોગને જણાવ્યું કે હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે.


એક પોલીસકર્મીનું પણ મોત થયું હતું


હોગને કહ્યું કે ફાયરિંગની આ ઘટનામાં એક પોલીસકર્મીનું પણ મોત થયું હતું. મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે કંપની તપાસમાં અધિકારીઓને સહકાર આપી રહી છે. જોકે, ઘટના સમયે કેટલા કર્મચારીઓ સ્થળ પર હાજર હતા તે તેમણે જણાવ્યું ન હતું.


આ પહેલા 2 જૂને અમેરિકાના ઓક્લાહોમામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. ઓક્લાહોમાના ટુલસામાંમ એક હોસ્પિટલ કેમ્પસમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. આ પહેલા મે મહિનામાં અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23ના મોત થયા હતા.


 


WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી


PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય


KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો


ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ