બોલિવૂડ: સ્ટાર અનિલ કપૂરની દીકરી રિયા કપૂર આજે એટલે 14 ઓગસ્ટે તેમના બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કરવા જઇ રહી છે. લગ્નની બધી જ તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે.


બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરન નાની બહેન ફેમસ પ્રોડ્યૂસર રિયા કપૂર આજે  કરણ બૂલાનીની સાથે ફેરા લઇને લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. બંને જૂહુ સ્થિત ઘરમાં નજીકના સંબંધી સાથે લગ્નના સૂત્ર બંધાશે.


અનિલ કપૂરના ઘરે પહોંચ્યાં કરણ બૂલાની
 લગ્નના એક દિવસ પહેલા કરણ બૂલાની અનિક કપૂરના ઘરે સ્માર્ટ લૂકમાં જતાં જોવા મળ્યાં હતા. તેઓ ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યાં હતા. રિપોર્ટસ મુજબ રિયાના લગ્નમાં ખૂબ જ નજીકના મિત્રો અને સંબંધી જ જોડાશે. મેરેજ સેરેમની ત્રણ દિવસ સુધી ચાલવાની હોવાનું સામે આવ્યું છે જો કે કપૂર પરિવારે આ મામલે હજું સુધી કોઇ જાણકારી નથી આપી.



રિયાના લગ્ન માટે સજાવવામાં આવ્યું કપૂર મેન્શન
કપૂર પરિવારમાં ઘણા સમયથી રિયાના લગ્નની તૈયારી ચાલી રહી છે. રિયાના લગ્નના પગલે કપૂર મેન્શનને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.


સોનમ કપૂરે કર્યો ખુલાસો
વર્ષ 2019માં પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે  રિયા અને  કરણ બંને લગ્ન કરવાના છે. જો અનિલ કપૂરની મોટી દીકરી એકટ્રેસ સોનમ કપૂરે આ વાત મુદ્દે સ્પષ્ટતા કરતા તેને માત્ર એક અફવા ગણાવી હતી. આ મામલે સોનમ કપૂરે કહ્યું હતું કે, “ ઓહ એ નહી, એ જ્યારે લગ્ન કરશે ત્યારે મને આપને આ ખુશખબર આપતા ખૂબ જ ખુશી થશે કારણે એ બંને 10 વર્ષથી એક બીજાને ડેટ કરી રહયાં છે. તેમને હજું સુધી લગ્ન નથી કર્યાં. બંનેની લવ સ્ટોરી ફિલ્મી છે.


 


સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂરે એક્ટિંગમાં તેમની કરિયર નથી બનાવી પરંતુ તે પડદા પાછળ પ્રોડકશનમાં શાનદાર કામ કરી રહી છે.  રિયા ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે ખુદનું ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે.