મુંબઇઃ સરોજ ખાન એક જાણીતી કોરિયાગ્રાફર રહી ચૂકી છે, અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય ફેમસ ડાન્સ નંબર્સ પણ આપ્યા છે. સરોજ ખાને ગઇકાલે રાત્રે દુનિયાને અલવિદા કહી દીધુ. રાત્રે તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો ને છેલ્લો શ્વાસ લીધો હતો.

ખાસ વાત એ છે કે પોતાની કોરિયોગ્રાફીની સાથે સાથે સરોજ ખાન પોતાના બૉલ્ડ સ્ટેટેમેન્ટો માટે પણ જાણીતી હતી. તે હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી. સરોજ ખાને કાસ્ટિંગ કાઉચથી લઇને કૉન્ટેનપરેરી કોરિયોગ્રાફર્સને લઇને પણ પોતાનો મત બધાની સામે મુક્યો હતો. તેને સલમાન ખાન સાથે પણ આ બાબતે ઝઘડો કરી લીધો હતો.

એબીપી ન્યૂઝ હિન્દીમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે, સરોજ ખાને વર્ષ 2016માં બૉલીવુડમાં દબંગ ખાન સલમાન પર તેમને ઇગ્નૉર કરવાનો આરોપ લગાવ્યો હતો. સરોજ ખાને કહ્યું હતુ કે એકવાર એક પેશેન્ટ સલમાન ખાન સાથે વાત કરવા માગતુ હતુ, આના સિલસિલામાં સરોજ ખાને પોતાના એક સાથીને કહ્યું કે તે સલમાન ખાનને ફોન આપે, અને કહે કે માસ્ટરજી વાત કરવા માંગે છે. સરોજ ખાને કહ્યું કે સલમાને તેનો ફોન લેવાની ના પાડી દીધી હતી. સાથે તેને કહ્યું કે આ ખુબ જ ખરાબ વર્તન છે, તે મને ઓળખે છે અને કેટલી ફિલ્મોમાં અમે સાથે કામ કરી ચૂક્યા છીએ. પણ આ રીતનો વ્યવહાર અપમાનીય છે..



સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી કાસ્ટિંગ કાઉચને લઇને લઇને પણ પોતાના નિવેદન આપ્યા હતા, તે ચર્ચામાં રહી હતી. તેને પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, પણ રેપ નથી થતો. તેને કહ્યું હતુ કે તમે જે કરો છો તમારી મરજીથી કરો છો. જોકે, બાદમાં સરોજ ખાનને પોતાના આ નિવેદન માટે વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.