મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સ તરફથી માંગ ઉઠી હતી કે અભિનેતાના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવે. કેમકે અભિનેતા સુશાંતનુ જીવન પ્રેરણાદાયી રહ્યું છે. જોકે, હવે આ હવે સાચુ થઇ રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર ફિલ્મ બની રહી છે, અને તેનુ First Look પણ રિલીઝ થઇ ચૂક્યુ છે.

સુશાંતના જીવન પર બનેલી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એક સ્ટાર ખો ગયા' છે, અને ફિલ્મમાં લીડ રૉલ એટલે કે સુશાંતની ભૂમિકામાં ટિકટૉક સાટ્ર સચિન તિવારી દેખાશે. ટિકટૉક પર સુશાંત સિંહ રાજપૂતના હમશકલ તરીકે નામના મેળવનાર સચિન તિવારી આ ફિલ્મમાં સુશાંતનો રૉલ નિભાવશે.

સચિન તિવારીને વિજય શેખર ગુપ્તાની પ્રૉડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં લીડ રૉલ ઓફર થયો છે. જાણકારી અનુસાર આ ફિલ્મનુ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આનુ મોટાભાગનુ શૂટિંગ મુંબઇ અને પંજાબમાં કરવામાં આવશે. વળી, આ ફિલ્મને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી શકે છે.



આ ફિલ્મનુ ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. પ્રૉડક્શન હાઉસ તરફથી રિલીઝ કરાયેલી તસવીરમાં સચિન તિવારીને જોઇ શકાય છે. આ તસવીરમાં લખ્યું સચિનને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રૉડ્યૂસ કરતા આઉટસાઇડર લખ્યું છે.

સુશાંતના મોત બાદ લોકો કહી રહ્યાં હતા કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હતો જેથી તેને હંમેશા નિશાને પર લેવામાં આવતો હતો.